દ્વારકા જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવા આદેશ

13 March 2019 11:27 AM
Jamnagar Gujarat
  • દ્વારકા જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવા આદેશ

લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ પ્રતિબંધાત્મક હુકમો જારી કરી દેવાયા

Advertisement

જામખંભાળીયા તા.13
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે અધિક જિલ્લો મેજીસ્ટ્રેનટ દેવભૂમિ દ્વારકા એ.બી.પટેલએ એક જાહેરનામુ પ્રસિઘ્ધ- કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાીમાં ભારતનાં ચૂંટણી પંચના 1973ની કલમ-144થી મળેલ સત્તાની રૂએ હુકમની જોગવાઇ હેઠળ ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, વિગેરેના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે પ્રતિબંધાત્મહક આદેશ જારી કરી તમામ પ્રિન્ટીીંગ પ્રેસ ધરાવનારાઓએ ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર પ્રેસ માલિકોએ કેટલીક તકેદારીઓ રાખવા જણાવ્યુા છે.
કોઇ પણ વ્યમકિત કે સંસ્થાદ જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધત કરી શકશે નહીં. અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં, કોઇપણ વ્યભક્તિ કે સંસ્થાલ ચુંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવાની વ્યતવસ્થાપ કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યેક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની નકલ જિલ્લાગ મેજીસ્ટ્રેશટ કચેરી તથા સબંધિત ચુંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. આ જોગવાઇ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દ ના તે પ્રમાણે અર્થ થશે. છાપેલા ચુંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્યશ સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા, અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લાળ મેજસ્ટ્રે ટ કચેરી તથા સબંધિત ચુંટણી અધિકારીને રજુ કરવાની રહેશે. લોકસભા સામાન્ય ચૂંટણી મત વિસ્તાર માટે પ્રસિધ્ધ થતાં ચૂંટણી અંગેનાં તમામ સાહિત્ય માટે લાગુ પડશે. આ જોગવાઇનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે. આ હુકમ લોકસભા ચુંટણીની સમગ્ર ચુંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય સુધી અમલમાં રહેશે. તેમ અધિક જિલ્લો મેજીસ્ટ્રેંટ દેવભૂમિ દ્વારકા દ્વારા હુકમ કરી જણાવ્યું છે.
પરવાનાવાળા હથિયાર અંગેનુ જાહેરનામુ
લોકસભા સામાન્ય- ચુંટણી અંતર્ગત જામનગર સંસદીય સમાવિષ્ટઅ દેવભૂમિ દ્વારકા જિલ્લારના 81-ખંભાળીયા મતદાર વિભાગ તથા 82-દ્વારકા મતદાર વિભાગનું મતદાન તા.23-4-2019ના રોજ થનાર છે. ભારતીય ચુંટની પંચ દ્વારા તા.10 માર્ચના રોજ લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જીલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાનાઓ દિવસ-7માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવા (પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે) અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-22(1)(ખ) તળે તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડેલ છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરજ બજાવતા તમામ મેજીસ્ટ્રેટઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓના કાયદા મુજબ હથિયાર(સરકારી કે અંગત) ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમને અથવા ચુંટણીની ફરજ ઉપર હોય તેમને, બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરશ્રીના હોદાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને, મોટા ઔધોગીક એકમો, જાહેર સાહસો, બોર્ડ-નિગમની સલામતી માટે જે તે સંચાલક/જવાબદાર અધિકારીના મોટા અને મહત્વના ધાર્મિક સ્થમળોના મુખ્યર સંચાલક-મહંત-પુજારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વઅયે હથિયારો તેમજ માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંકો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં આથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિક્યુરિટી ગાર્ડએ તેઓ બેંકમાં ફરજ બજાવતા હોવાનુ સબંધિત બેંક મેનેજરનુ પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનુ પોતાની પાસે રાખવાનુ રહેશે, મોટા ઔધોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ, નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક, જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, જીલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે ખાસ પરવાનગી આપેલ હોય તેઓને આ જાહેરનામુ લાગુ પડશે નહી.


Advertisement