ભુલથી ખીસ્સામાં ૨હી ગયેલી કાપલી સ્ક્વોર્ડ કર્મચા૨ીને આપતા છાત્ર પ૨ કોપી કેસ ઠોકાયો

13 March 2019 11:13 AM
Gondal

કોટડાસાંગાણી સ્કુલમાં વિના કા૨ણે કોપી કેસ થતા વાલીઓમાં ૨ોષ્ા : વિદ્યાર્થીને માનવતા દાખવી મોંઘી પડી

Advertisement

કોટડાસાંગાણીમા મહારાણા પ્રતાપ સ્કુલમા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી ધો.10ની પરિક્ષામાં ગઈકાલે ધોરણ દસના ગણીતના પેપરમા સ્કવોડના ચેકિંગ દરમિયાન એક પરીક્ષાર્થી પર વિના કારણે કોપીકેસ કરતા વાલીઓમા ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી ધો.10ની પરીક્ષાનુ કેન્દ્ર કોટડાસાંગાણીની મહારાણા પ્રતાપ સ્કુલમા અપાયુ છે જ્યા 450 જેટલા પરીક્ષાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે ત્યારે ગઈકાલે ગણીતનુ પેપર લેવાયુ હતુ તે દરમિયાન સ્કવોડનુ ચેકિંગ આવ્યુ હતુ તે દરમિયાન સ્ટેટ સ્કવોડના કર્મચારીઓ દ્રારા દરેક બ્લોકમા જઈને રીક્વેસ્ટ કરાઈ હતી કે કોઈ પણ વિદ્યાર્થી પાસે કોઈ સાહિત્ય અથવા ચીઠિઓ રહી ગઈ હોયતો આપી દેવામા ત્યારે બ્લોક નંબર સાતમા બેઠક નંબર- સી 6266411 લખણીયા ગૌતમ એમ નામના પરીક્ષાર્થીએ પોતાની સ્કુલમા એક્ઝામની તૈયારી કરતી વખતે ભુલથી
ખીચામા રહેલ ચીઠ્ઠી માનવતા દાખવી સ્ટેટ સ્કવોડના કર્મચારીને આપતા તેઓએ કોપી કેસ કરતા સ્કવોડના કર્મચારીએ કોઈપણ જાતની તપાસ કર્યા વગર ડાયરેક્ટ કોપી કેસ કરી નાખતા વિદ્યાર્થીઓની સાથે વાલી જગતમા પણ ભારે રોષ ફેલાયો છે સુત્રોના જણાવ્યું અનુસાર જે પરીક્ષા ર્થી પર કોપી કેસ કરેલ છે તેને તેની પાસે રહેલ ચીઠ્ઠી માથી જવાબવહીમા કાઈપણ લખેલ ન હોવાનુ પણ સામે આવ્યુ હતુ છતા સ્કવોડ કર્મચારીએ.કોઈપણ પ્રકારની દલીલ સાંભળ્યા વગર વીના કારણે કોપી કેસ કરતા સ્કવોડની દાધાગીરી સામે આવી હતી બોર્ડના ઉચ્ચ અધિકારીઓ દ્રારા સ્કુલના સીસીટીવી ચકાસવામા આવૂ તો સત્ય સામે આવી શકે તેમ છે અત્રે ઉલ્લેખનીય છે કે અનેકવાર પરીક્ષાના તણાવમા હોવાથી પરીક્ષાની તૈયારી કરતી વખતે પરીક્ષાર્થી ભુલ કરી બેસીને કોઈ સાહિત્ય ભેગુ રહી જતુ હોય છે ત્યારે કોટડાસાંગાણીમા પણ પરીક્ષાર્થી પાસે રહેલ ચીઠ્ઠિ માનવતા દાખવી સ્કવોડ કર્મચારી ને આપી દેતા તેના પર કોપીકેસ થતા વાલીઓ અને પરીક્ષાર્થીઓમા ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.


Advertisement