કોટડાસાંગાણી નજીક કેસુડો સોળે કળાએ ખીલી ઉઠયો

13 March 2019 11:12 AM
Gondal
  • કોટડાસાંગાણી નજીક કેસુડો સોળે કળાએ ખીલી ઉઠયો

Advertisement

હોળી ધુળેટીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારને ધામધૂમથી ઉજવવા લોકો અને ખાસ કરીને યુવાધન આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આજ ના યુગમા તો શહેરના લોકો ધુળેટી રમવા કેમીકલ યુક્ત કલરનો ઉપયોગ કરતા પણ અચકાતા નથી તેના કારણે સ્કીનને નુકશાન થવા પામે છે. ત્યારે ગામડાઓમા આજે પણ ઘણા લોકો ધુળેટી રમવા ફક્ત કેસુડાના રંગનોજ ઉપયોગ કરતા હોય છે ત્યારે કોટડાસાંગાણીમા કેસુડો પણ પુરજોસમા ખીલી ગયો છે.અને લોકો હોળી રમવામા કેમીકલ યુક્ત કલરોની જગ્યાએ કેસુડાનોજ ઉપયોગ ક્યારે કરશે તેની પણ તે વાટ જોઈ રહ્યો તેમ લાગી રહ્યુ છે કોટડાસાંગાણી નજીક આવેલા ખારા વાડી વિસ્તાર મા આ ખીલેલા કેસુડા ના ઝાડનુ દ્રશ્ય જોઈ શકાય છે.


Advertisement