જનસંપર્ક રેલીમાં હાર્દિકને મહત્વ અપાયું: મંચ પર આગલી હરોળમાં સ્થાન અપાયું

12 March 2019 06:46 PM
Ahmedabad Gujarat
  • જનસંપર્ક રેલીમાં હાર્દિકને મહત્વ અપાયું:
મંચ પર આગલી હરોળમાં સ્થાન અપાયું

આપણે એ લોકો સામે લડવાનું છે જે બંધારણની વિરૂધ્ધમાં છે: હાર્દિક

Advertisement

અડાલજ તા.12
અત્રે કોંગ્રેસની જનસંપર્ક રેલીમાં પંચ પંચ પર પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાતા તેમને મંચ પર ખાસ મહત્વ અપાયું હતું. તેને આગળની હરોળમાં બેસાડવામાં આવ્યો હતો.
આ તકે ઉદ્બોધનમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર સામે પ્રહારો કરતા જણાવ્યું હતું કે આપણે એ લોકો સામે લડવાનું છે જે બંધારણની વિરૂધ્ધમાં છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે આપણે યુવાનોના હિત માટે અને ખેડુતોના હિત માટે લડવાનું છે. હવે આ લોકો સામે લડવાની મજા આવશે.
હાર્દિકે જણાવ્યું હતું કે નોટબંધી વખતે આ સરકારે આરબીઆઈની મંજુરી નહોતી માંગી.
રાહુલના વખાણ કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે રાહુલ તાનાશાહીની રાજનીતિને નથી માનતા. પરિવારને દેશ માટે હોમતા વ્યકિતનું સ્વાગત કરવું જોઈએ.


Advertisement