કચ્છની સ૨હદનાં ખાવડા પંથકમાં આકાશમાં ભેદી ધડાકો: ગભ૨ાહટ

12 March 2019 06:44 PM
kutch Gujarat
  • કચ્છની સ૨હદનાં ખાવડા પંથકમાં આકાશમાં ભેદી ધડાકો: ગભ૨ાહટ

તનાવ જેવી સ્થિતિમાં સવા૨ે પ્રચંડ ધડાકો સાંભળતા લોકો ઘ૨ની બહા૨ નીકળી ગયા: ધુમાડા સાથે કોઈ નીચે પડી હોવાની અફવા

Advertisement

ભુજ તા.12
પુલવામાંમાં સીઆરપીએફના જવાનો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ, ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના માહોલમાં કચ્છની રણસરહદે આવેલા ખાવડા પંથકમાં આજે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પ્રચંડ આકાશી ધડાકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે ખાવડા પંથકના અનેક ગામોના લોકો અવાજ સાંભળીને ગભરાઈને બહાર આવી ગયાં હતા.
ધડાકા બાદ અમુક લોકોએ આકાશમાં ધુમાડા સાથે નીચે કોઈ વસ્તુ પડતાં જોઈ હોવાની પણ અફવા ફેલાઈ હતી. ખાવડામાં રહેતા કાળા ડુંગર મંદિર સમિતિના પ્રમુખ અને સ્થાનિક આગેવાન હિરાલાલ રાજદેએ જણાવ્યું હતું કે ધડાકા બાદ લોકોમાં ભય અને કૂતુહલ સર્જાયાં હતા.
બીજી તરફ, ખાવડા પોલીસ મથકના પીએસઆઈ એન.જે. સરવૈયાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘સવારે આકાશમાંથી પસાર થયેલાં ફાઈટર પ્લેનની ઝડપના કારણે આ અવાજ પેદા થયો હોવાનું રતડીયા નજીક આવેલા એરફોર્સ કેમ્પએ સ્પષ્ટતા કરી છે.’ હાલ પાકિસ્તાન સાથેના તંગદીલિભર્યાં સંબંધોને અનુલક્ષીને આકાશમાં ભારતીય વાયુદળના લડાકુ વિમાનો ચક્કર લગાવી રહ્યાં છે. આવા જ કોઈ ફાયટર જેટની ગતિમાં વધારા-ઘટાડાના લીધે આ ધડાકો ઉદભવ્યો હોઈ શકે છે. અમે વિવિધ ગામોની મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે ચર્ચા કરી પણ કોઈએ આકાશમાંથી કોઈ ચીજવસ્તુ પડતાં જોઈ નથી.’ ઉડ્ડયનક્ષેત્રના નિષ્ણાતોના દાવા મુજબ અવાજની ગતિ કરતાં વધુ ગતિ ધરાવતાં સુપરસોનિક ફાયટર જેટના કારણે ઘણીવાર હવાનું પ્રચંડ દબાણ સર્જાતું હોય છે જે બર્સ્ટ થતાં આ પ્રકારનો ધડાકો થતો હોય છે. જે ‘સોનિક બુમ’ તરીકે ઓળખાય છે.


Advertisement