કેશુબાપાએ કોંગ્રેસમાં જોડાવા જઈ રહેલા હાર્દિકને આશીર્વાદ ન આપ્યા!

12 March 2019 06:33 PM
Ahmedabad Gujarat
  • કેશુબાપાએ કોંગ્રેસમાં જોડાવા જઈ રહેલા હાર્દિકને આશીર્વાદ ન આપ્યા!

Advertisement

કોંગ્રેસમાં જોડાયા પહેલા પાસ નેતા હાર્દિક પટેલે પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાટીદાર નેતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : પાસ નેતા હાર્દિક પટેલે હવે કોંગ્રેસનો હાથ પકડવાનું નક્કી કર્યું છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન હાર્દિક કોંગ્રેસનો ખેસ પહેરી લેશે. આ પહેલા સૂત્રોના હવેલાથી એવા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનો ઇન્કાર કરી દીધો છે.
એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા પાસ નેતા હાર્દિક પટેલે પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાટીદાર નેતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે હાર્દિકે કેશુભાઈને મળવાનો સમય માંગ્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનું ટાળી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેશુબાપા હાલ સક્રિય રાજકારણથી દૂર છે.
ગત અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામનું મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયું હતું. આ પ્રસંગે કેશુભાઈ પટેલ મંચ પર હાજર રહ્યા હતા. મંચ પર આવી પહોંચેલા પીએમ મોદી કેશુભાઈને જોતા જ તેમના પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

હાર્દિક પટેલે ‘હાથ’ પકડયો, કોંગ્રેસમાં વિધિવત એન્ટ્રી
પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ)ના તેના હાર્દિક પટેલે આખરે ‘હાથ’ પકડયો છે અને કોંગ્રેસમાં વિધિવત એન્ટ્રી મેળવી છે. પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. જાહેરાત અગાઉ જ થઈ ગઈ હોવાથી માત્ર ઔપચારિકતા જ રહી હતી.


Advertisement