પ્રિયંકા ગાંધી નેતાઓની વચ્ચે બેઠા: રાહુલ પાસેની જગ્યા ખાલી રહી

12 March 2019 06:32 PM
Ahmedabad Gujarat
  • પ્રિયંકા ગાંધી નેતાઓની વચ્ચે બેઠા: રાહુલ પાસેની જગ્યા ખાલી રહી
  • પ્રિયંકા ગાંધી નેતાઓની વચ્ચે બેઠા: રાહુલ પાસેની જગ્યા ખાલી રહી

Advertisement

કોંગ્રેસના ટોચના તમામ નેતાઓ આજે ગુજરાતમાં છે. 58 વર્ષે ગુજરાતમાં યોજાયેલી કારોબારી બેઠકમાં સામેલ થયેલા રાહુલ ગાંધી, સોનીયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો. મનમાહનસિંહ વગેરેએ મીટીંગ પુર્વે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. પ્રાર્થનાસભા વખતે પ્રિયંકા ગાંધી નેતાઓની વચ્ચે બેઠા હતા જયારે મંચ પર રાહુલ, સોનિયા તથા મનમોહન જ હતા. પ્રિયંકા માટે પણ જગ્યા રાખવામાં આવી હોવા છતાં તે ખાલી રહી હતી. પ્રિયંકાનું સાથે ન બેસવાનું વલણ ચર્ચા-અટકળોનો વિષય બન્યુ હતું. પ્રિયંકા પર વધુ ફેકસ ન થાય તે માટે આ વ્યુહ હતો કે વિપક્ષને પરિવારવાદ વિશે નવા આક્ષેપ કરવાની તક ન મળે તે માટે આ રણનીતિ અપનાવાઈ હતી તે વિશે અટકળો વ્યક્ત થતી હતી.


Advertisement