રાહુલે વિઝીટર બુકમાં લખ્યુ, ‘આપણા નેતાની જયોત જીવંત રાખવા બદલ આભાર

12 March 2019 06:31 PM
Ahmedabad Gujarat
  • રાહુલે વિઝીટર બુકમાં લખ્યુ, ‘આપણા નેતાની જયોત જીવંત રાખવા બદલ આભાર

સોનિયા-મનમોહને પણ નોંધ લખી

Advertisement

અમદાવાદ: 58 વર્ષ બાદ ગુજરાતમાં મળેલી કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠકમાં ભાગ લેવા આવેલા ગાંધી પરિવારે સવારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જયાં રાહુલ ગાંધીએ આશ્રમની વિઝીટર બુકમાં લખ્યું હતું કે- ગાંધી આશ્રમ ખૂબ જ પ્રેરણાદાયક સ્થળ છે. અમારા નેતાને જીવંત રાખવા બદલ આભાર અને સોનિયા ગાંધીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલી અર્પણ કરી આશ્રમની મુલાકાત લઈને વિઝીટર બુકમાં મહાત્મા ગાંધીની પ્રેરણા વિષયો નોંધ લખી હતી.
સોનિયા ગાંધીએ વીઝીટર્સ બુકમાં એમ લખ્યું હતું કે ‘આ મ્યુઝીયમની મુલાકાત લેવી એ મારા માટે પ્રેરણાદાયક છે. અમે તેમનાથી (મહાત્મા ગાંધીજી) તેમના જીવન અને તેમના બલીદાનથી પ્રેરાયા છીએ.


Advertisement