કોંગ્રેસ સારી પાર્ટી; લોકો અને પક્ષને મજબૂત બનાવવા કામ કરીશ: હાર્દિક

12 March 2019 06:30 PM
Ahmedabad Gujarat
  • કોંગ્રેસ સારી પાર્ટી; લોકો અને પક્ષને મજબૂત બનાવવા કામ કરીશ: હાર્દિક

પાસ નેતા સતાવાર રીતે કોંગ્રેસમાં જોડાયો

Advertisement

અમદાવાદ તા.12
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે ઓફીશ્યલી કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યો છે.
આજે કોંગ્રેસની વર્કીંગ કમીટીની બેઠકમાં આવી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આજે હું સતાવાર કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું.
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે મીડીયા સાથેના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કેકોંગ્રેસ દેશ માટેકામ કરી રહી છે અને હું તેની સાથે મળીને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ગામડે ગામડેલઈ જવા પ્રયત્નકરીશ.
અગાઉ જામનગર વિસ્તારમાં લોકસભાની ચૂંટણી જંગમાં ઉતરવા અંગે ટવીટ કરનાર હાર્દિક પટેલને તે કયાંથી ચૂંટણી લડશે તેવા પ્રશ્ર્ન પૂછાતા હાર્દિકે જણાવ્યું હતું કે તે અંગેનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે.
રાહુલે કોંગ્રેસમાં જોડાવવા અંગે વધુમાં જણાવ્યું હતું કે આજે ઓફીશ્યલી કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. કોંગ્રેસ સારી પાર્ટી છે. આગળ જતા હું કોંગ્રેસ અને લોકો માટે કામ કરીશ. આજે અહીં માહોલ સારો બન્યોછે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.


Advertisement