મોદી સરકારનું રાજકારણ દેશહિત માટે જોખમી: સોનિયાનો આરોપ

12 March 2019 06:29 PM
Ahmedabad Gujarat
  • મોદી સરકારનું રાજકારણ દેશહિત માટે જોખમી: સોનિયાનો આરોપ
  • મોદી સરકારનું રાજકારણ દેશહિત માટે જોખમી: સોનિયાનો આરોપ
  • મોદી સરકારનું રાજકારણ દેશહિત માટે જોખમી: સોનિયાનો આરોપ

કારોબારીમાં મોદી સરકાર પર તૂટી પડતા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ: બેઠકમાં પુલવામા હુમલા સામે શોકપ્રસ્તાવ તથા શહીદોને શ્રદ્ધાંજલી આપતો ઠરાવ

Advertisement

અમદાવાદ તા.12
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષે સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં એવો સણસણતો પ્રહાર કર્યો હતો કે કેન્દ્રની સરકાર દેશહિત સાથે બાંધછોડ કરીને રાજકારણ કરી રહી છે.
કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક આજે અમદાવાદમાં યોજાઈ હતી. અંદાજીત અઢી કલાક ચાલેલી બેઠકમાં પાર્ટી દ્વારા વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ડો. મનમોહનસિંહ જેવા નેતાઓએ સંબોધન કર્યુ હતું અને કેન્દ્રમાં યુપીએ સરકારનું ગઠન કરવાનો ટારગેટ નકી કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ આક્રમક પ્રવચનમાં એમ કહ્યું હતું કે દેશહિતને અવગણીને મોદી સરકાર રાજકારણ કરી રહી છે. જે જોખમી છે.
તેઓએ એવો પણ પ્રહાર કર્યો હતો કે નરેન્દ્ર મોદી પોતે પીડિત હોવાનો દેખાડો કરે છે. વાસ્તવમાં દેશની આમ જનતા પીડિત છે ને તેઓની પીડા દુર કરવાની થાય છે. લાખો-કરોડો કિસાનો પરેશાન છે. યુવાવર્ગને રોજગારી મળતી નથી અને બેકારીનો આંકડો દાયકાઓની સૌથી ઉંચે પહોંચ્યો છે. બેરોજગારીને કારણે અનેકવિધ પ્રશ્ર્નોઉભા થાય છે.
પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ અર્થતંત્ર મામલે સરકાર પર સીધા પ્રહાર કર્યા હતા અને અર્થતંત્ર ભાંગી ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
કારોબારી બેઠકમાં પુલવામા ત્રાસવાદી હુમલા વિશે શોકઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
કારોબારી બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ સહીતના નેતાઓ હાજર રહ્યા હતા. ઉપરાંત જયોતિરાદીત્ય સિંધીયા, અહેમદ પટેલ, એ.કે.એન્ટોની, રઘુવીરસિંહ મીના, કે.સિદ્ધાર્થમૈયા, કુમારી સેલજા, મુકલ વાસ્નીક, તરુણ ગોગોઈ, હરીશ રાવત જેવા નેતાઓ પણ હાજર રહ્યા હતા.
કારોબારી બેઠક પુર્વે નેતાઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. આ સિવાય શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ધ્વજ લહેરાવ્યો હતો.


ગાંધીએ ગોરાઓને ભગાડયા, કોંગ્રેસ ‘ચોરો’ ને ભગાડશે
કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી આજે ગુજરાતમાં છે ત્યારે રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ એવો સણસણતો પ્રહાર કર્યો હતો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશમાંથી ગોરાઓને ભગાડયા હતા ત્યારે કોંગ્રેસ હવે ચોરોને ભગાડશે. તેઓએ એમ પણ કહ્યું હતું કે ગુજરાત એ મોદીનો ગઢ નથી. પરંતુ રાષ્ટ્રપિતા ગાંધીજી અને સરદાર પટેલનો ગઢ છે.

શહીદ સ્મારકે કોંગી નેતાઓની શ્રદ્ધાંજલી
કોંગ્રેસના તમામ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં છે. કારોબારીમાં ભાગ લેવા આવેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ વગેરે નેતાઓએ શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

યુપીએ સરકારના કામો વધુ ચડીયાતા, મોદી ખોટો પ્રચાર કરે છે: મનમોહનસિંહનો પ્રહાર
પુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સીધો પ્રહાર કરીને તેમના દ્વારા અર્થતંત્ર અને વિકાસના મામલે ખોટો પ્રહાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો.
કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે એવું કહ્યું હતું કે યુપીએ સરકારના કામો વધુ ચઢીયાતા હતા અને તે વિશે લોકોનેવાકેફ કરવાની જરૂર છે.
મોદી સરકારસામે આક્ષેપ કરતા એમ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોટો પ્રચાર કરી રહ્યા છે. મોદી સરકારની ખોટી નીતિઓને કારણે દેશનું અર્થતંત્ર નબળુ પડયુ હતું. તેઓનો આડકતરો ઈશારો નોટબંધી જેવા ઘટનાક્રમ પર હતા.
યુપીએ સરકારની કામગીરી વધુ ચડીયાતી હોવાનું દોહરાવતા તેઓએ એમ કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોએ આ હકીકતને લોકો સુધી પહોંચાડવી પડશે અને મોદીના ખોટા પ્રચારની વાસ્તવિકતાને લોકોને સમજાવવી પડશે.


Advertisement