પ્રિયંકાની બાજુમાં બેઠા અલ્પેશ ઠાકો૨ ભાજપમાં જવાની અટકળોને પૂર્ણવિ૨ામ

12 March 2019 06:02 PM
Ahmedabad Gujarat
  • પ્રિયંકાની બાજુમાં બેઠા અલ્પેશ ઠાકો૨ ભાજપમાં જવાની અટકળોને પૂર્ણવિ૨ામ

Advertisement

અમદાવાદ : કોંગ્રેસના એક પછી એક ધા૨ાસભ્યો ભાજપમાં જોડાઈ ૨હયાનો સિલસિલો ચાલુ ૨હયા બાદ આજે પક્ષ્ાની ટોચની નેતાગી૨ી ગુજ૨ાતમાં પ્રચા૨ની શરૂઆત ક૨વા આવી પહોંચી છે વર્ષ્ાો બાદ પહેલીવા૨ કોંગ્રેસની કાર્યકાિ૨ણી બેઠક ગુજ૨ાતમાં મળી ૨હી છે. ૨ાહુલ, સોનિયાગાંધી, મનમોહનસિંહ તેમજ પ્રિયંકા ગાંધી પણ ગુજ૨ાતમાં છે. તેવામાં અલ્પેશ ઠાકો૨ પ્રિયંકા ગાંધીની બાજુમાં જ બેઠેલા જોવા મળતા તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે અંગેની ચર્ચાઓ પ૨ પૂર્ણવિ૨ામ મુકાઈ ગયું હોય તેમ લાગી ૨હયું છે. ગાંધી આશ્રમમાં આજે કોંગ્રેસના નેતાઓએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો, જેમાં પ્રિયંકા ગાંધી અને અલ્પેશ બાજુમાં બેઠા હતા.


Advertisement