ભાજપની બેઠકમાં નીતીનભાઈની ખુરશી જ ભુલાઈ!

12 March 2019 05:58 PM
Gujarat
  • ભાજપની બેઠકમાં નીતીનભાઈની ખુરશી જ ભુલાઈ!

ફરી એક વખત ડે.સીએમ માટે સંકોચની સ્થિતિ

Advertisement

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે તેનતી તૈયારીને હવે આખરી સ્ટાર્ટ આપતા આજે કમલમ ખાતે પ્રદેશ હોદેદારોની બેઠક માં આગામી દિવસોના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રભારી શ્રી ઓમ માથુર મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોતમ રૂપાલા તથા મનસુખ માંડવીયા હાજર હતા. આ બેઠકમાં પ્રભારી શ્રી ઓમ માથુર તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર હતા. જો કે આ બેઠકમાં રસપ્રદ રીતે સ્ટેજ પર નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલની ખુરશી જ મુકતા ભુલાઈ ગઈ હતી. શ્રી પટેલ આવતા જ તેમના માટે ખઉરશી નહી હોવાથી આસપાસ જોતા રહ્યા હતા અને પક્ષના પદાધિકારીઓને ખ્યાલ આવતા જ તુર્ત જ એક ખુરશીની વ્યવસ્થા કરીને નીતીનભાઈને પ્રથમ હરોળમાં સ્થાન આપ્યું હતું. આ અંગે બેઠકમાં સૌ એક બીજા સામે ત્રાસી પાંખો એ જોતા માર્મીક હાસ્ય કરતા હતા.


Advertisement