સૌરાષ્ટ્ર સમાચાર

12 March 2019 04:00 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર સમાચાર

Advertisement

અમ૨ેલી જિલ્લામાં ૧૨ હોર્ડિગ્સ-બેન૨ો હટાવાયા
ભા૨તના ચૂંટણી પંચ ત૨ફથી આગામી લોક્સભા સામાન્ય ચૂંટણીની તા૨ીખો જાહે૨ થતાં જ આદર્શ આચા૨સંહિતા અમલી બની છે. જેના અમલીક૨ણ માટે અમ૨ેલી જિલ્લામાં જિલ્લાની સ૨કા૨ી, અર્ધસ૨કા૨ી કચે૨ીઓ સહિત જાહે૨ સ્થળોએ લગાડેલ હોર્ડિગ્સ, બેન૨ો સહિતની સામગ્રી ઉતા૨વાની કામગી૨ી ગત ૨ાત્રીથી શરૂ ક૨વામાં આવે છે. તે પૈકી શહે૨ી અને ગ્રામ્ય વિસ્તા૨માંથી ૧૨ હોર્ડિગ્સ પોસ્ટ૨ો, ૨૯ બેન૨ો સહિત ૪ વોલ પેન્ટીંગ અને ૨૩ અન્ય સામગ્રી દુ૨ ક૨વામાં આવેલ છે.

કચ્છ માંડવીમાં ઉર્ષ ઉજવાયો
કચ્છના માંડવી દાઉદી વ્હો૨ા સમાજના ઓલિયા સૈયદના નુ૨ મોહંમદ નુરૂીન સાહેબનો બેદિવસીય ઉર્ષ્ા મુબા૨ક ઉજવાયો જેમાં સૌ૨ાષ્ટ્રભ૨ના હજા૨ો વ્હો૨ા બિ૨ાદ૨ો ઉમટી પડયા હતા.

જસદણમા ગંદકી ઉક૨ડાનું સામ્રાજય
જસદણમાં સફાઈ કામદા૨ોની હડતાળને પગલે શહે૨માં ચોત૨ફ ગંદકીના ઉક૨ડા છેલ્લા ૧૪ દિવસથી પડયા છે. સ્વાઈનફલુની મહામા૨ી વચ્ચે તંત્રએ તાકીદે ઉક૨ડા હટાવવા જોઈએ.

અખિલ ભા૨તીય સંગોષ્ઠીમાં િ૨સર્ચ પેપ૨ ૨જૂ ર્ક્યુ
ડો. બી.આ૨.આંબેડક૨ ચે૨ સેન્ટ૨, સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી, ૨ાજકોટ ા૨ા તા. ૮/૩ના ૨ોજ અખિલ ભા૨તીય સંગોષ્ઠીનું આયોજન ક૨ાયું હતું. સંગોષ્ઠીનું દીપ્રપ્રાગટય સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, આ ચે૨ના ચે૨મેન ડો. ૨ાજા કાથડ અને પૂજય ભિખ્ખુ પ્રજ્ઞા૨ત્નજીના વ૨દ હસ્તે ક૨ાયું હતું. આ સંગોષ્ઠીમાં સમગ્ર ભા૨તમાંથી ૨પ૦થી વધુ અધ્યાપકો, સંશોધકો અને લેખકોએ ભાગ લીધો હતો. તેમાં એમ઼બી.અજમે૨ા હાઈસ્કુલ- વિંછીયાના શિક્ષ્ાક ડો. સંજય કે. કો૨ીયાએ ડો. ભીમ૨ાવ આંબેડક૨ના શૈક્ષ્ાણિક વિચા૨ો વિષ્ાય પ૨ િ૨સર્ચ પેપ૨ ૨જુ ક૨ી શાળાનું ગૌ૨વ વધાર્યુ હતું.

મોટા ઝીંઝુડા નર્સ૨ી ખાતે ખેડૂત શિબિ૨ તથા ૨ોપા વિત૨ણ
સાવ૨કુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા વન વિભાગની નર્સ૨ી ખાતે ખેડુત શિબિ૨ તથા કલમી ૨ોપાની વિત૨ણ ક૨વામાં આવ્યું હતું જેમાં ખેડુતોને વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી આ તકે મોટા ઝીંઝુડા ગામના પૂર્વ સ૨પંચ ભાભલુભાઈ ખુમાણ, ખેડુત અગ્રણી ભગવાનભાઈ પટેલ, ફો૨ેસ્ટ વિભાગના આ૨.એફ.ઓ. ચાંદુ, ફો૨ેસ્ટ એમ઼એમ઼ મક્વાણા, ગાર્ડ ઈમ૨ાનખાન, શૈેલેષગી૨ી ગૌસ્વામી ઉપસ્થિત ૨હી ખેડુતોને કલમો વિત૨ણ ક૨વામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત ૨હ્યા હતા.

ઉનાના દ્રોણેશ્ર્વ૨ મારૂતિધામનો નજા૨ો
કુદ૨તી સૌંદર્યથી લહે૨ાતા ડેમ અને ગી૨ની લીલોત૨ી પ્રકૃતિ વચ્ચે ગી૨ના સાવજના હાકલ પડકા૨ વચ્ચે આવેલ દ્રોણેશ્ર્વ૨માં મારૂતિધામ ઉપ૨ આકાશમાં લહે૨ાતા બ્લુ અને સફેદ વાદળોથી ઘે૨ાયેલ આ કુદ૨તી શ્ય અનોખી ૨ીતે નજા૨ો કેમે૨ામાં કલીક થયેલ.

સાવ૨કુંડલા નગ૨પાલિકા તંત્રથી શહે૨ીજનો ત્રાહિમામ
સાવ૨કુંડલા શહે૨માં લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં દિન-પ્રતિદિન નગ૨પાલીકા તંત્ર તથા સતાધીશો નિષ્ફળ નીવડી ૨હયા હોવાથી પાલિકા સામે લોકોમાં ભા૨ે ૨ોષ જોવા મળી ૨હયો છે. શહે૨ની મધ્યમાં આવેલ દેવળા ગેઈટ તથા વજલપ૨ાનાના મેઈન ૨ોડ ખાતે છેલ્લા આઠ દિવસથી ગટ૨ો ઉભ૨ાતી હોવાથી ગંદુ અને દુર્ગધ યુક્ત પાણીનો ઠે૨ ઠે૨ ભ૨ાવો થઈ ૨હયો હોવાથી લોકોમાં ૨ોગચાળો અને બીમા૨ી ફેલાવવાની ભય સતાવી ૨હયો છે. આ વિસ્તા૨ના લોકો દ્વા૨ા નગ૨પાલિકા કચે૨ી ખાતે ફોન ૨ા રૂબરૂ ફ૨ીયાદ લખાવી તથા પાલિકાના સતાધીશો અને અધિકા૨ીઓને વા૨ંવા૨ ૨જુઆત ક૨વા છતાં ગટ૨ોની સફાઈ ક૨વામાં આવતી ન હોવાથી પાલીકાના શાસકો સામે લોકોમાં ભા૨ે ૨ોષ જોવા મળી ૨હયો છે.

લગ્ન પ્રસંગમાં વધેલુ ભોજન ફ્રેન્ડ ફો૨ેવ૨ યુનિટી ગ્રુપ દ્વા૨ા ગ૨ીબ લોકોને ઘ૨ે ઘ૨ે પહોંચાડવામાં આવ્યું
સાવ૨કુંડલા શહે૨ ખાતે ૨હેતા વિજયભાઈ કાનજીભાઈ પંચાસ૨ાને ત્યાં શુભ પ્રસંગમાં યોજાયેલ ભોજન સમા૨ંભમાં વધેલુ ભોજન સાવ૨કુંડલા ખાતે ચાલી ૨હેલું સેવાકીય પ્રવૃતિ ક૨તું ફ્રેન્ડ ફો૨ેવ૨ યુનિટી ગ્રુપ આ ગ્રુપના સભ્યો દ્વા૨ા સાવ૨કુંડલા શહે૨માં લોકોને ત્યાં આવતા કોઈપણ પ્રસંગોમાં વધેલું ભોજન ગ૨ીબ અને ઝુંપડપટ્ટીમાં ૨હેતા લોકો ઘ૨ે ઘ૨ે જઈ પહોંચાડે છે અને પ્રસંગોમાં વધેલુ ભોજન ભૂખ્યાના પેટ જાય છે. સાવ૨કુંડલાના આ અનોખા સેવાકીય ગ્રુપમાં યુવાનો ા૨ા લોકોને અનુ૨ોધ ક૨વામાં આવ્યો છે કે આપને ત્યાં આવતા કોઈપણ પ્રસંગોમાં ભોજન વધે તો મો. ૯૧૦૪૮ ૯૬૯૯૦ તથા ૮૬૯૦૭ ૩૯૦૮૨ પ૨ સંપર્ક ક૨વા જેઓ ા૨ા ભૂખ્યા અને ગ૨ીબ લોકોના ઘ૨ે ઘ૨ે જઈ ભોજન પહોંચાડશે.

ભાવનગ૨ નંદકુંવ૨બા મહિલા કોલેજનું ગૌ૨વ
મહા૨ાજા કૃષ્ણકુમા૨સિંહજી ભાવનગ૨ યુનિ. સંલગ્ન નંદુુકુંવ૨બા મહિલા કોલેજ-દેવ૨ાજનગ૨ની બી.કોમ઼ સેમ-૩ વિભાગનું તાજેત૨માં પિ૨ણામ યુનિ. ા૨ા જાહે૨ ક૨વામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાં કુ. ગજજ૨ વૃંદાએ પ્રથમ ૨ેન્ક જયા૨ે ૨ાણા મિતલબાએ તિીય ૨ેન્ક બા૨ેયા ક્રિષ્નાએ પાંચમો મેઘાણી વનિતાએ આઠમો જોષ્ાી ભાગ્યશ્રીએ નવમો ૨ેન્ક પ્રાપ્ત ક૨ી કોલેજનું ગૌ૨વ વધાર્યુ હતું.

બગસ૨ામાં પોલીસ દ્વા૨ા ફુટ પેટ્રોલીંગ
બગસ૨ામાં આગામી સમગ્ર ભા૨તમાં લોક્સભાની ચૂંટણી થવાની હોય જાહે૨ થતા બગસ૨ા પોલીસ ા૨ા લોક્સભાની ચૂંટણીને અનુસંધાને ફુટ પેટ્રોલીંગ ક૨વામાં આવ્યું હતું. બગસ૨ા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.વી.સ૨વૈયા ા૨ા સમગ્ર પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો સાથે બગસ૨ાના મુખ્ય માર્ગો જેવા કે હોસ્પિટલ ૨ોડ, સ્ટેશન ૨ોડ, ગોંડલીયા ચોક, વિજય ચોક, નંદીપ૨ા, બાલમંદિ૨ ચોક, મેઈન બજા૨ સહિતના વિસ્તા૨ોમાં ફુટ પેટ્રોલીંગ ક૨વામાં આવ્યું હતું.

ભાવનગ૨ યુનિ.માં કુલપતિએ ચાર્જ સંભાળ્યો
ભાવનગ૨ યુનિવર્સિટીના કંલપતિ ત૨ીકે ડો. મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ થતા તેઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ભાવ. યુનિ.નાં કાર્યકા૨ી કુલપતિ ડો. ગી૨ીશભાઈ વાઘાણીને નવનિયુક્ત કુલપતિ ડો. ચાવડાને આવકા૨ી શુભેચ્છા પાઠવી હતી.

માંગ૨ોળ શાળામાં વર્ષીકોત્સવ
માંગ૨ોળ શાળાના વાર્ષીકોત્સવ નવસર્જન-૨૦૧૯ની ઉજવણી ક૨વામાં આવેલ. કાર્યક્રમનો શુભા૨ંભ અતિથિ વિશેષ્ાઓનાં હસ્તે દિપ પ્રાગટયથી ક૨વામાં આવેલ. સ્વાગતવિધિ શાળાનાં આચાર્ય શ્રી આનંદભાઈ તન્નાએ ક૨ેલ. ત્યા૨બાદ શાળાનાં વિદ્યાર્થીઓ ા૨ા પિ૨ામીડ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ સુંદ૨ ૨ીતે ૨જુ ક૨ી અતિથિઓ અને વાલીઓને મંત્રમુગ્ધ ક૨વામાં આવેલ.

૨સનાળ ગામે ૪૬મુ ઉર્ષ શ૨ીફની ઉજવણી
બોટાદ જિલ્લાના ગઢડા(સ્વા.) તાલુકાના ૨સનાળ ગામે આવેલ લીલાપી૨ દાદાની દ૨ગાહમાં ૪૬મુ ઉર્ષ શ૨ીફની વર્ષોથી ખુબ જ શાને શોક્તથી મનાવવામાં આવે છે જેમાં હિન્દુ-મુસ્લિમ બંને સમાજના એક્તાના ભે૨ ઓક્તાના પ્રતિકથી સમસ્ત ૨સનાળ ગ્રામજનો દ્વા૨ા ન્યાજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા ક૨વામાં આવી હતી. બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો લીલાપી૨દાદા તેમજ ધનાધનબાપુના દર્શન ક૨વા માટે દુ૨ દુ૨થી આવ્યા હતા તેમજ ૨ાત્રે ક્વાલીનો પ્રોગ્રામ ૨ાખવામાં આવ્યો હતો.

ઉપલેટાપાલિકા સફાઈ અભિયાનમાં ત્રીજા સ્થાને
ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદિપભાઈ જોશી તથા પ૨શુ૨ામ સોશ્યલ ગ્રુપ પ્રમુખ નિશીથભાઈ વ્યાસે એક નિવેદનમાં જણાવેલ છે કે તાજેત૨માં સફાઈઅભિયાન અંતગર્ત સમગ્ર ગુજ૨ાતમાંથી ઉપલેટા નગ૨પાલીકાનો ત્રીજો નંબ૨ પ્રાપ્ત થતા સ૨કા૨ દ્વા૨ા કા૨ોબા૨ી ચે૨મેન, ચીફ ઓફિસ૨ સહિત સ્ટાફતથા સફાઈ કર્મચા૨ીઓ દ્વા૨ા ઉપલેટા શહે૨નો ત્રોજો નંબ૨નું જે ગૌ૨વ મળેલ છે તે બદલ અમો સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ પ૨શુ૨ામ સોશયલ ગ્રુપ દ્વા૨ા અભિનંદન પાઠવવામાં આવેલ.

અમરેલીનાં સમર્થ વ્યાયામ મંદિરમાં મહિલા દિન ઉજવાયો
વર્ષોથી અખાડાના સહયોગથી બહેનો દ્વારા ક્રિએટિવ યોગા ગૃપ ચલાવવામાં આવે છે. જે અન્વયે તા.8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઈ. આ ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રાણાયામ તથા યોગાની સ્પર્ધા રાખવામાં આવી તથા બહેનો દ્વારા યોગથી થતા ફાયદાઓનું નિદર્શન કરવામાં આવ્યું. ક્રિએટિવ યોગા ગૃપમાંપારૂલબેન ગાંધી, મમતાબેન મહેતા, સંગીતાબેન જીવાણી અને માધવીબેન ભટ્ટ તેમની સેવા આપી રહયા છે. સમર્થ વ્યાયામ મંદિરના ટ્રસ્ટી બેચરભાઈ તથા નિલેશભાઈ આ પ્રસંગે હાજર રહયા હતા.

ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમા દ્વારા બાળકોને પોલીયોના ટીંપા પીવડાવેલ
ચોરવાડ ખાતે નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઇ ચુડાસમા તેમજ તેમની ટીમ દ્વારા સી.એચ.સી. કેન્દ્રમાં ઉપસ્થિત રહી નાના બાળકોને પોલિયોના ટીંપા પીવડાવવામાં આવેલ અને રસીકરણ કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત લોકોને રસીકરણથી થતાં ફાયદાઓ વિષે સમજણ પણ આપવામાં આવેલ અને બાળકો રસીકરણ વિહોણાના રહે તે માટે બાળરેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

સોમનાથમાં બેટી બચાવો નાટક
સોમનાથ ખાતે ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી દ્વારા ભારત સરકાર પ્રચાર અને પ્રસારણ મંત્રાલય દ્વારા બેટી બચાવો બેટી પઢાવો નાટક રજૂ કરાયેલ હતું. આ તકે નેત્ર નિદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જીલ્લા એન.સી.ડી.સેલ. ની ટીમના સહયોગથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કરવામાં આવેલ જેમાં દીકરીને સમર્થન આપતા કાર્યમાં સહભાગી બની અનેક સેવાકીય પ્રવૃતી કરતા સોની યોગેશ સતીકુંવર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ સંસ્થાના પ્રમુખ આશીષભાઇ ગાંધી દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુંછ આપી સન્માનિત કરાયેલ હતા. આ તકે નાટકની ટીમના ભરતસિંહ ઝાલા, શીલા દાણી, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટીયા, નીલાબેન પટેલ, કલ્પેશ ભટૃ, ઇશ્વરભાઇ પટેલ સહીતના કલાકારો ઉપસ્થિતિ રહેલ હતા.

આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ
જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત થયેલા પરીવારોને રૂા.પાંચ લાખ સુધી આરોગ્યલક્ષી તદ્દન ફ્રી સારવાર માટેનાં કાર્ડ એનરોલમેન્ટ કરવાની મૂખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી નરેન્દ્રભાઇ મકવાણા (ડી.પી.ઓ) ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ વિસ્તાર વાઇઝ મૂલાકાત લઇ ગરીબો અને વુધ્ધોને ધ્યાનમાં રાખીને આ યોજના અંતર્ગત સરળતાથી કાર્ડ મળી રહે તે માટે તુર્ક સમાજનાં હોલમા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં 75 થી 80 જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત ઓપરેટર દ્વારા કાર્ડ કાઢી આપવામાં આવેલ હતા. આ કેમ્પમાં સામાજિક કાર્યકર ઇમરાન જમાદાર, સત્તારબાલી, સ્થાનિક આશાવર્કર ભાવનાબેન અને મિનાક્ષીબેન સહીતના દ્વારા સહયોગ આપવામાં આવેલ અને માર્ગદર્શન-માહિતી ડી.પી.ઓ. મકવાણા દ્વારા આપવામાં આવેલી હતી.

પોલીયો રસીકરણ
ગીર-સોમનાથ જિલ્લાનાં 0 થી 5 વર્ષનાં 1,29,304 બાળકોને સઘન પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશન હેઠળ ટીપા પિવડાવવામાં આવનાર છે. વેરાવળ આદિત્ય બિરલા હાઉસિંગ સોસાયટી ખાતે આંગણવાડી કેન્દ્રમાં બુથ નંબર-47 થી જિલ્લા કલેકટર અજય પ્રકાશ, મોનાલીસા ઝાએ બાળકોને પલ્સ પોલીયોનાં ટીપા પિવડાવી જિલ્લાભરમાં પલ્સ પોલીયો ટીપા પિવડાવવાનો પ્રારંભ કરાવેલ હતો.

ગોંડલમાં સૌપ્રથમ હેલ્ધી બેબી અને ક્યુટ બેબી કોમ્પીટીશનનું આયોજન કરાયું
ઈનર વ્હીલ કલબ તથા બદ્રીનાથ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્ધી બેબી તેમજ ક્યુટ બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં ડો. વાડોદરિયા સાહેબ તથા ડો.ડીમ્પિબેન વાડોદરિયા, ગંગોત્રી સ્કુલ, જજીસ, ઈનરવીલના પ્રેસિડેન્ટ નીપાબેન મોઢા, પ્રોજેક્ટ ચેરમેન રીટાબેન ખોદાણી, અમીબેન તેરૈયા, સ્વાતિબેન ગણાત્રા અને પાસ્ટ પ્રેસિડેન્ટ મીરાબેન ખીમાણીએ જહેમત ઉઠાવી હતી. તેમાં 1 થી 6 વર્ષના 110 બાળકોએ ભાગ લીધેલ હતો.

ગોંડલ ના વછેરા એ પ્રથમ નંબર મેળવ્યો
તાજેતરમાં અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ધ સ્ટુડ બુક એન્ડ બ્રિડર્સ ફેડરેશન દ્વારા અશ્વો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગોંડલ આશાપુરા ફાર્મ હાઉસ ખાતેના વછેરા " કુમારે" કાઠિયાવાડી મિલ્ક ટીથ વછેરા માં પ્રથમ નંબર મેળવી ગોંડલ ને ગૌરવ અપાવ્યું હતું.

સહૃદ મહિલા મંડળ દ્વારા શહીદ ફંડ માં
રૂ. 25000 નો ચેક આપવામાં આવ્યો
ગોંડલ શહેર ખાતે કાર્યરત સહૃદ મહિલા સેવા મંડળ દ્વારા " ભારત કે વીર " શહીદ ફંડ માટે ગોંડલ મામલતદાર ચુડાસમા ને રૂ. 25000 નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો આ તકે મંડળ ના પ્રમુખ ડો. જ્યોતિબેન શુક્લ, સેક્રેટરી જોશનાબેન ગોવિંદભાઇ દેસાઈ, દુર્ગાબેન જોશી (પૂર્વ સદસ્ય નગરપાલિકા), જાગૃતિબેન વિપુલભાઇ સાટોડીયા તેમજ પ્રકાશબા ઝાલા એડવોકેટ સહિતનાઓ હજાર રહ્યા હતા.

સાવરકુંડલા ખાતે લુહાર સમાજના ભવ્ય સમુહલગ્નોત્સવની ઉજવણી
સાવરકુંડલા ખાતે લુહાર જ્ઞાતિ સમાજ લુહાર યુવા સંગઠન આયોજીત ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં 13 નવદંપતિ ઓએ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા આ તકે મહંતશ્રી હરિહરાનંદભારથીબાપુ જૂનાગઢ, જયશંકરદાદા, ધીરૂબાપુ, મહાદેવભારથીબાપુ જૂનાગઢ, નારાયણદાસ સાહેબ કબીર ટેકરી વગેરે સંતો મહંતો આશિવચન પાઠવ્યા હતા.

આટકોટમાં નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ તૈયાર
જસદણ તાલુકાના આટકોટ ગામના નવા પોલીસ સ્ટેશનનું કામ ઝડપભેર થતાં ટૂંકા ગાળામાં પોલીસ અને ગ્રામ્યજનોને સુવિધારૂપ બિલ્ડીંગ મળશે ઉલ્લેખનીય છેકે આ પોલીસ સ્ટેશનનું ખાત મુહૂર્ત રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ કરેલ હતું.

સાવરકુંડલા શહેર ની મધ્યમાં આવેલ સંઘેડીયા બઝાર ના મુખ્ય માર્ગો પર ઉભરાતી ગટરો
સાવરકુંડલા શહેર ની મધ્યમાં આવેલ સંઘડીયા બઝાર ખાતે મેઈન રોડ પર ગટરો ઉભરાતી હોવાથી અત્યંત ગંદુ અને દુર્ગંધ યુક્ત ખરાબ પાણી વહેતુ હોવાથી આ વિસ્તાર ના વેપારીઓ અને આજ માર્ગો પર સ્વામિનારાયણ મંદિર, જલારામ મંદિર, કબીર મંદિર, આનંદ આશ્રમ, દાસારામ મંદિર જેવા ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા હોવાથી દરરોજ હજારો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અહીંયા થી પ્રસાર થાય છે અને આ દુર્ગંધ તથા ગટરો ના ખરાબ પાણી માંથી પ્રસાર થવું પડે છે. સાવરકુંડલા શહેર માં દિનપ્રતિદિન ગંદકી પ્રશ્નો સામે આવી રહ્યા છે અને પાલિકા તંત્ર ના અણઘડ શાસન આંખ આડા કાન કરી બેસી રહ્યું છે.


Advertisement