બોટાદમાં વ્યવસાય વેરો તથા શોપ લાયસન્સ માટે જરૂરી સૂચના

12 March 2019 03:44 PM
Botad
Advertisement

બોટાદ તા.12
બોટાદ શહેરના તમામ વેપારીઓને જાણ કરવામાં આવે છે કે ગુમાસ્તા ધારા અનુસાર આપની દુકાનનું ગુમાસ્તા ધારા લાયસન્સ લીધેલ ન હોય તેઓએ પોતાની સંસ્થાનું શોપ લાયસન્સ બોટાદ નગરપાલિકાના શોપ ઈન્સ્પેકટર રાજુભાઈ ડેરૈયાનો સંપર્ક કરી મેળવી લેવું જેનું શોપ લાયસન્સ પૂર્ણ થઈ ગયુ હોય તેઓએ તાત્કાલિક રીન્ય કરાવી લેવું જો આમ નહિ કરવામાં આવે તો શોપ એકટની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ જે વેપારીઓનો વ્યવસાયવેરો ભરવાનો બાકી હોય તેઓએ બોટાદ નગરપાલિકા વ્યવસાયવેરા શાખાનો રૂબરૂ સંપર્ક કરી ભરી જવો આમ નહિ કરવામાં આવે તો તા.1/4/2019થી વ્યવસાયવેરો અધિનિયમ મુજબ 18% દંડકીય વ્યાજ સાથે વસુલવામાં આવશે તેમજ તેમનું બેંક એકાઉન્ટ ટાંચમાં લેવામાં આવશે જેની નોંધ લેવા જણાવાયેલ છે.


Advertisement