બોટાદનો નામચીન બુટલેગર પાંચ જિલ્લામાંથી થયો તડીપાર

12 March 2019 11:44 AM
Botad
Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.1ર
અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા મારા મારીના ગુન્હાઓ તથા અન્ય તમામ ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂઘ્ધ પાસા/હદપાર દરખાસ્ત કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓ દ્વારા બોટાદ જીલ્લામાં આવી પ્રવૃતિઓ કરતા ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂઘ્ધ હદપાર દરખાસ્ત કરવા કડક સુચના આપેલ હોય, જે અન્વયે બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી. સ્ટાફ નાઓએ બોટાદના તાજપર ગેઇટ પાસે રહેતા આસીફ ઉર્ફે અલી લીયાકતભાઇ અનદાણી વિરૂઘ્ધ હદપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ બોટાદ નાઓને મોકલી આપેલ જે હદપાર દરખાસ્ત મંજુર કરતા આસીફ ઉર્ફે અલી લીયાકતભાઇ અનદાણી રહે.બોટાદ, તાજપર ગેઇટ તા.જી.બોટાદ વાળાને બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ જીલ્લામાંથી 02 વર્ષ સુધી હદપારના હુકમની તાત્કાલીક બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


Advertisement