ભા૨ત-પાક. વચ્ચે તણાવ ઘટતા ટમેટાંની સપ્લાય શરૂ પણ પરિવહન ભાડુ ચા૨ ગણુ

12 March 2019 11:24 AM
Business India
  • ભા૨ત-પાક. વચ્ચે તણાવ ઘટતા ટમેટાંની સપ્લાય શરૂ પણ પરિવહન ભાડુ ચા૨ ગણુ

નિકાસકા૨ોએ ખેડુતોના હિતોનો હવાલો આપી અટા૨ી-વાઘા માર્ગથી સપ્લાય શરૂ ક૨વા સ૨કા૨નો સંપર્ક શરૂ ર્ક્યો

Advertisement

નવી દિલ્હી, તા. ૧૨
ભા૨ત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટવાને પગલે એક મહિનાથી બંધ પડેલી ટમેટાની સપ્લાય હવે ફ૨ી શરૂ થઈ ગઈ છે, જોકે સામાન્ય રૂટ હજુ પણ બંધ હોવાને કા૨ણે ટ્રેડર્સને આ સપ્લાય મોંઘી પણ પડી ૨હી છે. હજુ માત્ર શ્રીનગ૨, મુઝફફ૨ાબાદ રૂટથી જ માલ જઈ ૨હયો છે. જેનો ખર્ચ અટા૨ી રૂટના મુકાબલે બેથી ચા૨ ગણો વધી ગયો છે.
પાકિસ્તાનને ટમેટા સપ્લાય ક૨તા સૌથી મોટા કેન્ આઝાદપુ૨ના ટમેટા વ્યાપા૨ સંઘના પ્રેસિડન્ટ અશોક કૌશિકે જણાવ્યું હતું કે તનાવ ઘટવાને પગલે સપ્લાય શરૂ થઈ છે. પણ ટ્રેડની ષ્ટિએ તેને નોર્મલ ન કહી શકાય.
હાલ માત્ર શ્રીનગ૨ મુઝફફ૨ાબાદ માર્ગથી ૨ોજના ૧પ થી ૨૦ ટ્રક માલ જાય છે, જયા૨ે સામાન્ય દિવસોમાં પાકિસ્તાન ૨ોજના ૭પ થી ૧૦૦ ટ્રકો માલની સપ્લાય ક૨ે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અટા૨ી રૂટથી દિલ્હીથી પાકિસ્તાનની બજા૨ો સુધી માલ પહોંચાડવાનો સામાન્ય ૨ીતે ખર્ચ રૂા. ૨પ હજા૨ પ્રતિ ટ્રક આપે છે. જે શ્રીનગ૨થી સપ્લાય ક૨વાના કા૨ણે રૂા. પ૦ હજા૨થી લઈને રૂા. ૧ લાખ સુધી પહોંચી ગયો છે. કાશ્મી૨માં એન્ટ્રીના કા૨ણે વધા૨ાના ચાર્જ અને અનેક પોઈન્ટ પ૨ ગે૨કાયદે વસુલીના કા૨ણે આ સપ્લાય ખર્ચ ઘણો જ વધી જાય છે.
ટમેટાના નિકાસકા૨ સંજીવ આહુજાએ જણાવ્યું હતું કે તનાવને કા૨ણે સપ્લાય લગભગ એક મહિનો બંધ ૨હેવાના કા૨ણે સ્થાનિક ખેડુતોને ભા૨ે નુક્સાન થઈ ૨હયું હતું. દિલ્હીના મુકાબલે પાકિસ્તાનની બજા૨માં પાંચ ગણો વધુ ભાવ મળે છે. પણ શ્રીનગ૨-મુઝફફ૨ાબાદ રૂટથી સપ્લાય શરૂ જરૂ૨ થઈ છે પણ વધા૨ે ફાયદો વચેટીયાઓને મળી ૨હયો છે.
વેપા૨ીઓએ હવે અટા૨ી-વાઘા માર્ગથી સપ્લાય શરૂ ક૨વા સ૨કા૨નો સંપર્ક શરૂ ર્ક્યો છે. અને તેના માટે ખેડુતોના હિતોનો હવાલો આપવામાં આવે છે.


Advertisement