શેરબજારમાં પ્રિ-ઈલેકશન તેજી: સેન્સેકસ 37000 ને પાર

11 March 2019 06:30 PM
Business India
  • શેરબજારમાં પ્રિ-ઈલેકશન તેજી: સેન્સેકસ 37000 ને પાર

381 પોઈન્ટનો ઉછાળો: હેવીવેઈટ-રોકડા સહીત તમામ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી તેજી

Advertisement

રાજકોટ તા.11
મુંબઈ શેરબજારમાં આજે ઓલ રાઉન્ડ તેજી હતી. પ્રિ=ઈલેકશન રેલી શરૂ થઈ હોય તેમ ધૂમ લેવાલીથી તમામ ક્ષેત્રોમાં ઉછાળો નોંધાયો હતો સેન્સેકસ 37000 ની સપાટી કુદાવી ગયો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનુ રહ્યું હતું. શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે પ્રિ-ઈલેકશન આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ એનડીએને બહુમતી મળશે તેવો આશાવાદ પ્રવર્તતો હોવાથી ચૂંટણી પૂર્વે જ તેજી છે. વિદેશી સંસ્થાઓની લેવાલી, ડોલર સામે રૂપિયાની મજબુતાઈ ક્રૂડ તેલમાં રાહત સહીતના કારણોનો સાનુકુળ પડઘો હતો.
શેરબજારમાં આજે શરૂઆત જ ગેપથી થઈ હતી. અને ધૂમ લેવાલી ચાલૂ રહેવાથી તમામે તમામ ક્ષેત્રોના શેરો ઉંચકાતા રહ્યા હતા. મેટલ, કેપીટલ ગુડઝ, બેંક, ઓટો વગેરેમાં ઉછાળો હતો.
શેરબજારમાં આજે રીલાયન્સ, ટીસ્કો, સ્ટેટ બેંક, મારૂતી, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ઈન્ફીબીમાં ઓરીએન્ટ સીમેન્ટ, જયુબીલન્ટ અવંતી, જયોફરી ફીલીપ્સ ઈન્ડીયા સીમેન્ટ, દીલીપ બિલ્ડકોમ્પ, વગેરેમાં ઉછાળો હતો આરકોમ બીરલા કોર્પ, દિવાન હાઉસીંગ, હેક્ષાવર, કોકસ એન્ડ શીપીંગ કોર્પોરેશન બલરામપુર વગેરેમાં ગાબડા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 381 પોઈન્ટના ઉછાળાથી 37000 ની સપાટી કુદાવી ગયો હતો અને 37050 સાંપડયો હતો જે ઉંચામાં
37087 તથા નીચામાં 36827 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 130 પોઈન્ટના ઉછાળાથી 11165 હતા જે ઉંચામાં 11173 તથા નીચામાં 11059 હતો.


Advertisement