ભારત-અોસ્ટ્રેલીયા વચ્ચે હવે બુધવારનો મેચ નિણાૅયક બનશે

11 March 2019 04:55 PM
Sports
  • ભારત-અોસ્ટ્રેલીયા વચ્ચે હવે બુધવારનો મેચ નિણાૅયક બનશે

સૌથી મોટી રનચેઝથી અોસ્ટ્રેલીયાઅે વિજય મેળવીને શ્રેણી ર-રથી લેવલ કરી લીધી

Advertisement

મોહાલી : મોહાલીમાં રમાયેલી સીરીઝની ચોથી વનરુડેમાં ઉસ્માન ખ્વાજા અને પીટર હેન્ડસ્કોમ્બ વચ્ચે થયેલી ત્રીજી વિકેટ માટે ૧૯ર રનની પાટૅનરશીપ પછી હાઈરુસ્કોરીંગ મેચમાં ફકત બીજી વનરુડે રમી રહેલા પ્લેયર અોફ ધ મેચ અેશ્ટન ટનૅરે ૪૩ બોલમાં પાંચ ફોર અને ૬ સિકસરની મદદથી નોટઅાઉટ ૮૪ રન બનાવીને ૪ વિકેટથી જીત અપાવીને સિરીઝ રરુરથી લેવલ કરાવી હતી. ૩પ૦ રન અે ભારત સામે કોઈ પણ ટીમે ચેઝ કરેલો હાઈઅેસ્ટ સ્કોર છે. ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહે અેકરુઅેક વિકેટ જલ્દી લઈને સારી શરૂઅાત કરાવી હતી. ટોસ જીતીને ભારતના કેપ્ટન વિરાટ કોહલીઅે પહેલા બેટીંગ કરવાનો નિણૅય લીધો હતો. રોહિત શમાૅ અને શિખર ધવને બેટીંગરુટ્રેક પર ૩૧ અોવરમાં અાક્રમક ૧૯૩ રનની અોનીંગ પાટૅનરશીપ કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. રોહિતે ૯ર બોલમાં ૭ ફોર અને ર સિકસરની મદદથી ૯પ અને કરીઅરની ૧૬મી સેન્ચુરી ફટકારનાર શિખરે ૧૧પ બોલમાં ૧૮ ફોર અને ૩ સિકસરની મદદથી ૧૪૩ રન બનાવ્યા હતા. છેલ્લી બે મેચમાં સેન્ચુરી ફટકારનાર કોહલી (૭) જલદી અાઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રિષભ પંત (ર૪ બોલમાં ૩૬ રન) સિવાય કોઈ બેટસમેન વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શકયો નહોતો. જસપ્રીત બુમરાહે ઈનિંગ્સના છેલ્લા બોલે ફટકારેલી સિકસર શાનદાર હતી. ભારતે પ૦ અોવરમાં ૯ વિકેટે ૩પ૮ રન કયાૅ હતા. પાંચમી વનરુડે દિલ્હીમાં બુધવારે રમાશે.


Advertisement