સૌરાષ્ટ્રના સમાચાર

11 March 2019 03:57 PM
Saurashtra
Advertisement

જસદણમાં લાકડાના સીચોડામાં ધ૨તીનું અમૃત પીણુ
લોકોને ગ૨મીનો અહેસાસ થયો છે ત્યા૨ે શહે૨માં એક પ૨પ્રાંતીય દંપતિએ લાકડાનો સિચોડો ગોઠવી શે૨ડીનો ૨સ વેચવાનું શરૂ ક૨ી લોકોને તૃપ્તિનો અહેસાસ ક૨ાવી ૨હયા છે.
સાવ૨કુંડલામાં હોર્ડિગ્ઝ ઉત૨ાવાયા
સમગ્ર દેશમાં આચા૨સંહિતા લાગુ થતા જ સાવ૨કુંડલા શહે૨ની જાહે૨ જગ્યાઓથી ૨ાજકીય પક્ષ્ાોના બોર્ડ સ૨કા૨ી તંત્ર ા૨ા દુ૨ ક૨વાની કામગી૨ી શરૂ ક૨વામાં આવી.]
ખંભાળીયા તાલુકાના મુળ વતની હકુભા જાડેજાને
મંત્રી મંડળમાં સ્થાન અપાતા હોંશભે૨ ઉજવણી
ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામના મુળ વતની અને જામનગ૨ના ધા૨ાસભ્ય ધર્મેન્સિંહ (હકુભા) જાડેજાને ગુજ૨ાત સ૨કા૨માં ૨ાજય કક્ષ્ાાના મંત્રી ત૨ીકે સ્થાન આપવામાં આવ્યું છે. હાલા૨ના ક્ષ્ાત્રિય અગ્રણી અને પનોતા પુત્ર હકુભા જાડેજાને મળેલા આ બહુમાન બદલ ખંભાળીયા સાથે સમગ્ર જિલ્લામાં ભા૨ે આનંદની લાગણી પ્રસ૨ી છે.
ક્ધયા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા
કોટડાસાંગાણીમાં મહિલા મામલતદાર પૂજા બાવડાનું સન્માન કરાયું

(કલ્પેશ જાદવ)
કોટડા સાંગાણી તા.11
કોટડાસાંગાણી મામલતદાર પુજા બાવડાનુ મહીલાદિન નીમીત્તે સન્માન ક્ધયા તાલુકા શાળાની બાળોઓ દ્રારા કરાયુ હતુ. ગઈકાલે મહીલા દીનની ઉજવણીના ભાગ રૂપે કોટડાસાંગાણીના નવ નીયુક્ત મામલતદાર પુજા બાવડાનુ સ્વાગત અને સન્માન સ્કુલના સ્ટાફ અને બાળાઓ દ્રારા કરવામાં આવ્યું હતુ ત્યારે મામલતદારે સ્કુલની બાળાઓને મહિલા સશક્તિકરણ અને સમાજમા રહેલી મહીલાઓની જવાબદારી તેમજ મહત્વની વાત કરવામા આવી હતી.આચાર્ય પ્રીયેસભાઈ ટીટીયા તેમજ સ્ટાફ દ્રારા સ્કુલની વિદ્યાર્થીનીઓના હસ્તે મહિલા મામલતદારનુ સન્માન કર્યું હતું.
આગામી તા. ૧૯ના શ્રી સિધ્ધાચલજીની છ ગાઉની યાત્રા બાબતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું નિવેદન
૨ામપોળનો દ૨વાજો સવા૨ે પ.૩૦ વાગે ખોલાશે: અડધી ૨ાત્રે યાત્રા ન ક૨વા અનુ૨ોધ
૨ાજકોટ, તા. ૧૧
આગામી તા. ૧૯મીના ફાગણ સુદ-૧૩ના પાલીતાણામાં શ્રી શત્રુંજય ગિિ૨ની છ ગાઉની યાત્રામાં હજા૨ો યાત્રિકો દેશ-વિદેશથી ઉમટી પડશે.
શ્રી સિધ્ધાચલની છ ગાઉની યાત્રા બાબતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-અમદાવાદ ા૨ા નિવેદન બહા૨ પડાયું છે. જેમાં જણાવાયું છે કે ૨ામપોળનો દ૨વાજો તા. ૧૯ના મંગળવા૨ે સવા૨ે પ.૩૦ કલાકે ખોલવામાં આવશે. ત્યા૨પછી જ યાત્રિકોને પ્રવેશ આપવામાં આવશે કોઈએ અડધી ૨ાત્રે યાત્રા ન ક૨વી.
૨ાત્રીના અંધકા૨માં યાત્રા ક૨વાથી ક્રીડા, મકોડા વગે૨ે નિર્દોષ્ા જીવજંતુઓની વિ૨ાધના થાય છે. તથા યાત્રા ફાગણ સુદ-૧૨ની ગણાય. શ્રી ગિિ૨૨ાજની યાત્રા યતનાપૂર્વક ક૨વાથી જ યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. યતના, મર્યાદા, સુ૨ક્ષ્ાા વગે૨ેને ધ્યાનમાં ૨ાખતા પેઢીની વ્યવસ્થામાં સહયોગ આપવા અનુ૨ોધ ક૨ાયો છે. પ્રતિવર્ષ્ા થતી પાલ વ્યવસ્થા, સાધર્મિક ભક્તિ, સુ૨ક્ષ્ાા તથા અન્ય સુવિધાઓ વગે૨ે તમામ વ્યવસ્થા આ વખતની યાત્રામાં ઉપલબ્ધ ૨હેશે.
દિવ-ગાંધીનગર રૂટની એસટી બસ એસી સ્લીપર શરૂ
એસટી નિગમ દ્વારા લોકોને સારી સુવિધા મળી તે માટે દિવ-ગાંધીનગર રૂટની એસટી બસ શરૂ કરવામાં આવેલ છે. આ બસ એ.સી. તેમજ સ્લીપર કોચની સુવિધાનો લાભ મુસાફરોને મળી રહેશે અને દિવ-ગાંધીનગર રૂટની બસ દિવથી રાત્રીના 8 કલાકે ઉપડશે તેમજ ગાંધીનગરથી રાત્રીના 9.15 કલાકે ઉપડશે. જ્યારે દિવ-ગાંધીનગર રૂટનું ભાડું રૂ. 749 હોય મુસાફર જનતાને આ એસટીની પ્રિમીયમ સર્વિસનો લાભ લેવા એસટી નિગમ દ્વારા અનુરોધ કરેલ છે.
શિવરાજગઢ ગામે આરોગ્ય કેન્દ્રમાં પોલીયો રસીકરણ
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે ગોંડલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ ડી.કે વોરા ના હસ્તે બે બુંદ પોલીયો રસીકરણ પીવડાવવામાં આવેલ ગામ લોકોની હાજરીમા રસીકરણ કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ શિવરાજગઢ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા મેડીકલ ઓફીસર ડો. મીલન દ્વારા એક પણ બાળક પોલીયાના ટીપા વગરના રહી ન જાય તેની તકેદારી રાખી હતી.
સાવરકુંડલામાં પોલીયો રસીકરણ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એફ.પટેલ સાહેબ ડો.જયેશ પટેલ,ડો.આર કે જાટ, ઙો શિવરામ મીના ના માર્ગદર્શન હેઠળ મેડીકલ ઓફીસર પ્રા.આ.કેન્ડ્ર જુના સાવર ઙો.મિહીર સિધપુરા, સુપરવાઇજર સંજયભાઇ મહેતા , સરપંચ શિવરાજભાઈ મૈત્રા દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીયાવા ખાતે પોલીયો બુથ નુ ઉદધાટન દિપ પ્રગટાવી અને પોલીયો પીવડાવી કરવામા આવ્યુ જેમા કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જાગૃતભાઇ ચૌહાણ દ્વારા સમગ્ર કામગીરી કરવામા આવેલ જે યાદીમા જણાવેલ છે.
જોડિયામાં ધર્મ ઉત્સવ ઉજવાશે
ઉઘઈ 1 જોડિયા તાલુકા ના લીબુડા ગામ ના પાટિયા પાસે શ્રી ખોડીયાર માતાજી અને શ્રી રામદેવપીર ના આશ્રમ ખાતે આગામી તા.23,03.2019 થી 31.03,2019 સુધી શ્રી રામ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જોડિયા તાલુકા ના (15)ગામ સમસ્ત નું આયોજન છે.

બાબ૨ાના ચમા૨ડીમાં ભાજપ અગ્રણીની બેઠક મળી
સમયે જિલ્લા ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ ના૨ણભાઈ કાછડીયા, અશ્ર્વિનભાઈ સાવલીયા વિગે૨ેએ ચમા૨ડી ખાતે આવેલ ભામાશા અને ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તપ૨ા સાથે બેઠકક૨ી હતી. ત્યા૨ે ભાજપના આગેવાનોએ લોક્સભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્ત૨પ૨ા સાથે બેઠક ક૨ી હતી કે અન્ય કોઈ હેતુ હતો તેને લઈને ૨હસ્ય અકબંધ જોવા મળી ૨હયું છે. કદાચ ના૨ણભાઈ કાછડીયાને ૨ીપીટ ન ક૨વામાં આવે તો ગોપાલભાઈ વસ્ત૨પ૨ાના નામને લઈને વિચા૨ણ થઈ શકે તેમ હોય ભાજપ આગેવાનોની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ ૨હયા છે.
જસદણથી માતાના મઢ કચ્છ સુધીની પદયાત્રામાં 60 વર્ષનું દંપતિ જોડાશે
(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.11
કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી, અડગ મનનાં માનવીને કચ્છડો દુર લાગતો નથી એ કહેવત મુજબ વૈષ્ણવ સમાજના માર્ગી સંપ્રદાય ધરાવતા જસદણનાં આશાપુરા માતાજી મંદિરના દંપતી કે જેઓ 59 વર્ષ વટાવી ચુકેલા છે તેવા સંત મહેશબાપુ મેસવાણીયા તથા માતાજી પ્રવિણાબેન મેસવાણીયા નામનું દંપતી સતત 21 વર્ષથી માતાના મઢ(કચ્છ) સુધી 450 કી.મી.ની પદયાત્રા કરે છે. ત્યારે આ વર્ષે પણ 22મી પદયાત્રાનું આગામી તા.22 માર્ચને શુક્રવારે રાત્રે 7 કલાકે જસદણ શહેરના આશાપુરા માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવશે. આ સંઘ તા.5 એપ્રિલના રોજ કચ્છમાં આવેલ આશાપુરા માતાજીના મઢ ખાતે પહોચશે. આ પદયાત્રામાં જોડાતા ભાવિકોને શ્રી આશાપુરા માતાજી મંદિર જસદણ તરફથી વિનામૂલ્યે ભોજન-નાસ્તા સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. પદયાત્રા દરમિયાન રાત્રી વિરામ સમયે માતાજીના ગરબા, સ્તુતિ, પાઠ, ધૂનનાં કાર્યક્રમો યોજાશે. આ પદયાત્રામાં વિનામૂલ્યે જોડાવા ઈચ્છતા લોકોએ મો-99252 89562 ઉપર સંપર્ક કરવા મહેશબાપુએ અનુરોધ કર્યો છે અને આ પદયાત્રામાં અંદાજે 20 જેટલા યાત્રિકો જોડાશે તેમ મહેશબાપુની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગીર-સોમનાથ જીલ્લામાં તમામ મહેસુલી કર્મચારીઓ હડતાળમાં જોડાયા
વેરાવળ તા.11
મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્ર્ને અવાર-નવાર લેખીત મૌખીક રજુઆતો કરેલ હોય તેમ છતાં પ્રશ્ર્નોનો નિકાલ નહી આવતા ગઇકાલે તા.8ના રોજ માસ સીએલ ઉપર રહી વિરોધ દર્શાવેલ હતો જયારે અરજદારોને હાલાકી ભોગવવી પડેલ હતી.
આ અંગે ગીર-સોમનાથ જીલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા જણાવેલ કે કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો બાબતે રજુઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી નહી થતાં પડતર પ્રશ્ર્નોની ઉકેલની માંગ સાથે સામુહિક રજા ઉપર ઉતરી વિરોધ દર્શાવેલ હતો.


Advertisement