છેવટે કેન્સરની 390 દવાઓના ભાવ 87 ટકા સુધી ઘટયા

09 March 2019 01:22 PM
Health India
  • છેવટે કેન્સરની 390 દવાઓના ભાવ 87 ટકા સુધી ઘટયા

Advertisement

નવી દિલ્હી તા.9
કેન્દ્ર સરકારે અત્યાર સુધી ભાવ નિયંત્રણમાંથી બાકાત રહેલી કેન્સરની 390 દવાઓના ભાવમાં 87 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ગત મહીને 42 ડ્રગ ફોર્મ્યુલેશનના અર્જુનમાં નિયંત્રણ મુકયા બાદ 390 દવાઓના ભાવ ઘટયા છે. આજથી જ આ તમામ દવાઓ સસ્તી થશે અને કેન્સરના દર્દીઓને સારવાર ખર્ચમાં ઘણી રાહત મળશે.
નેશનલ ફાર્માસ્યુટીકલ્સ પ્રાઈસીંગ ઓથોરીટી દ્વારા ગત 27 ફેબ્રુઆરીના રોજ કેન્સર વિરોધી 42 ડ્રગ ફોર્મ્યુલેશનને ભાવ નિયંત્રણ હેઠળ મુકયા હતા અને નવા માર્જીનમાં 30 ટકાનું નિયંત્રણ મુકયુ હતું. આ ડ્રગ ફોર્મ્યુલેશન હેઠળ કુલ 390 દવા આવે છે. નફાખોરી ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે. કેન્સરના દર્દીઓને સારવાર ખર્ચમાં સરેરાશ 800 કરોડનો ફાયદો થવાનો દાવો કરવામાં આવ્યો છે.
સરકારના નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે કેન્સરની 390 દવાઓના ભાવમાં 87 ટકા સુધીનો ઘટાડો થશે અને આજથી જ ઘટાડેલા ભાવ લાગુ પડશે. કેન્સરની 426માંથી 390 દવા સસ્તી બનશે. 38 બ્રાન્ડની દવામાં 75 ટકા, 124 બ્રાન્ડની દવામાં 50થી75 ટકા, 121 બ્રાન્ડની દવામાં 25થી50 ટકા તથા 107 બ્રાન્ડની દવામાં 7 ટકાનો ઘટાડો થશે.


Advertisement