નવો ક્રિકેટ સીતારો પંત પાંચ કરોડની કેટેગરીમાં: ધવન, ભુવી નીચલી શ્રેણીમાં

08 March 2019 07:19 PM
Sports
  • નવો ક્રિકેટ સીતારો પંત પાંચ કરોડની કેટેગરીમાં: ધવન, ભુવી નીચલી શ્રેણીમાં
  • નવો ક્રિકેટ સીતારો પંત પાંચ કરોડની કેટેગરીમાં: ધવન, ભુવી નીચલી શ્રેણીમાં

બીસીસીઆઈની કરારબદ્ધ ખેલાડીઓની યાદી

Advertisement

મુંબઈ તા.8
ભારતની વર્લ્ડકપ ટીમમાં તેનું સ્થાન હજુ ભલે પાકું નહોઈ, રિશભ પંત 2018ના અતિ સફળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીઝનનો લાભ મળી રહ્યો છે. ગત વર્ષે તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદીકરનારો પ્રથમ ભારતીય વિકેટ કીપર બન્યો હતો.
2017-18ના 26 કરારબદ્ધ ક્રિકેટરોની યાદીમાં સમાવિષ્ટ ન હોવા છતાં અનેગત વર્ષે ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કરનારા પંતને બીસીસીઆઈ તરફથી લલચાવનારો કોન્ટ્રાકટ મળ્યો છે. બીસીસીઆઈએ 2018-19 સિઝન માટે એન્યુલ રિટેનર્સ યાદી બહાર પાડી છે. 21 વર્ષીય વિસ્ફોટક કીપર-બેટસમેનને ‘એ’ કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. એ યાદી રૂા.પાંચ કરોડની રિટેઈનર રકમ આપવામાં આવે છે. એ પ્લસ પછીની એક લોભામણી કેટેગરી છે. ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓ માટે એ પ્લસ કેટેગરી ગત વર્ષે દાખલ કરાઈ હતી.
અન્ય એક મહત્વના ઘટનાક્રમમાં ભુવનેશ્ર્વર કુમાર અને શિખર ધવનને 7 કરોડની ‘એ’ પ્લસ કેટેગરીમાં બહાર કરાયા છે.
ઈંગ્લેન્ડ ટુર પછી ધવનને ટેસ્ટ ટીમમાંથી પડતો મુકાયો હતો, જયારે ભુવનેશ્ર્વર નિયમિતપણે ટેસ્ટમાં દેખાતો નથી.
અગાઉના કોન્ટ્રેકટ ગાળામાં ‘એ’ પ્લસ કેટેગરીમાં પાંચ ખેલાડીઓ હતા, પણ હવે માત્ર3 રહ્યા છે. એમાં વિરાટ કોહલી, રોહીત શર્મા અને જસપ્રીત બુમરાહ સામેલ છે.
ટીવી ચેટ શોમાં ગેરવર્તણુંક માટે સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલ 3 કરોડની ‘બી’કેટેગરીમાં ચાલુ રહેશે.


Advertisement