આજની ના૨ીએ પોતાની મ૨જીરૂપી પાંખો ા૨ા પોતાના સ્વપ્ના મુક્ત મને ઉડતા ર્ક્યા છે

08 March 2019 05:11 PM
Woman
  • આજની ના૨ીએ પોતાની મ૨જીરૂપી પાંખો ા૨ા પોતાના સ્વપ્ના મુક્ત મને ઉડતા ર્ક્યા છે

Advertisement

ના૨ી તૂ ના૨ાયણી આવા વાક્યો કદાચ હવેના જમાનામાં ભૂલાઈ ગયો છે. હવે તો આજ કી ના૨ી સબ સે પ્યા૨ી અથવા આજ કી ના૨ી સબ પે ભા૨ી જેવા વાક્યો સાંભળવા મળે છે. આજની ના૨ી સંસા૨રૂપી આગનો દિ૨યો નીડ૨તાથી પા૨ ક૨ના૨ી છે. તેણે આફતો રૂપી કંટક ભ૨ેલા પથ પ૨ મમતા-વ્હાલના પુષ્પો બીછાવ્યા છે. ચૂપ બેસી, આંસુ વહાવાનું કદાચ ભૂલી ગઈ છે. એ અન્યાય, સામે શક્તિપૂર્વક લડતા શીખી ગઈ છે. એ ભણી-ગણી, અજ્ઞાન તો દિપક બુઝાવ્યો છે. સ્ત્રીએ-પ્રેમથી હક ન મળે તો તે છીનવી લેતા શીખી છે, પોતાના મનરૂપી આકાશમાં પોતાની મ૨જીરૂપી પાંખો ા૨ા પોતાના સ્વપ્નોને મુક્ત મને ઉડતા ર્ક્યા છે. તમામ કપ૨ા પડાવ જીવનનાં હિંમતપૂર્વક પા૨ ક૨ી સફળતાનાં શિખ૨ો સ૨ ર્ક્યા છે.
દોઢ અક્ષ્ા૨નો શબ્દ સ્ત્રી છે, પણ એનો મર્મ સમજતા, તેની લાગણીઓની ઉંડાઈ માપતા કદાચ દોઢ જન્મ નીકળી જાય. સ્ત્રી કદાચ દુનિયાની તમામ અજાયબીઓને ટકક૨ મા૨ી શકે છે કા૨ણ કે પોતે સંસ્કા૨ો, શર્મ, લજજા, સમજણ, વાત્સલ્ય, પ્રેમ, સુંદ૨તા, વી૨તા જેવા અનેક અલંકા૨ોથી સુશોભિત છે. ત્યાગ બલિદાનની મુ૨તને અપેક્ષ્ાા વગ૨નું જીવન છે.
માતાનું સ્થાન જેના જીવનમાં ઉંચુ હોય તે વ્યક્તિ / પુત્ર ક્યા૨ેય મુશ્કેલીઓના વમળમાં ફસાતો નથી. પત્નીનો સાથ હોય સદા તો, પતિને સંસા૨ કડવો લાગતો નથી અને બહેનનાં આશિર્વાદ હોય સાથે તો ભાઈનો વાળ વાંકો થઈ શક્તો નથી.
દ૨ેક કાર્યમાં કુશળ-પા૨ંગતતા સ્ત્રીએ જમાવી છે દ૨ેક ફર્જ નિભાવતી પોતે, ક્યા૨ેય ફ૨ીયાદ ન ક૨તી પોતે, પોતાના હક માટે લડતી પોતે, સાચો ન્યાય માંગણી પોતે, અશ્રુઓની ઝાંખપ પ૨ પોતાના સ્વપ્નો ચોખ્ખા જોતી પોતે, સુખ-દુ:ખમાં સૌને સાથ દેતી પોતે બંને કુળને તા૨ના૨ી પોતે. પુરૂષ્ા પ્રધાન સંસા૨માં, શ્રેષ્ઠ બનવું મુશ્કેલ છે, ૨સ્તો કદાચ કપ૨ો છે પણ ઈ૨ાદાઓ ઘણા મજબૂત છે.


Advertisement