વિશ્ર્વના સૈન્યમાં મહિલાઓનું યોગદાન અને સિધ્ધી

08 March 2019 05:05 PM
Woman
  • વિશ્ર્વના સૈન્યમાં મહિલાઓનું યોગદાન અને સિધ્ધી

Advertisement

તાજેતરમાં જ ભારતીય વાયુ સેનાના પાયલોટ શ્રી અભિનંદન વર્ધમાન કે જેઓ દેશની સુરક્ષા ખાતર તેમની જાન જોખમમાં નાખી સહી સલામત સ્વદેશ ભારત ફર્યા ત્યારે સમગ્ર દેશ અન ેતેમના પત્ની તેમના સ્વાગત માટે ઉત્સુક હતાં. એ વેળાએ તેમના પત્ની સ્કવેડ્રોન લીડર શ્રીમતી તનવી મારવાહના હાથમાં તિરંગો ધ્વજ રાખી જયારે તેમની રાહજોતા જોઇ સમજી શકાય કે દેશના ફૌજીઓની સાથે તેમના પત્ની, માતાને બહેનનું પણ વતન સાથે એટલું જ મોટું યોગદાન હોય છે. જેટલું તેમનું.
કાળજા પર પત્થર રાખીને તેઓ જયારે તેમના પતિ કે પુત્ર ને દેશની સુરક્ષા ખાતર સદહદ પર મોકલે છે ત્યારે તેમનો સહયોગ અને અડીખમ જસ્બકો જ જવાનોને નિસફીકર બની દેશની સેવા અને સુરક્ષા માટે તત્પર બનાવે છે. જયારે સૈનીકોને ખબર છે કે તેમની ગૃહિતી તેમના પરિવારને સંભાળશે અને ડરવા નહી દે ત્યારે જ તેઓ નિર્ભય બનીને સીમા પર લડી શકે અને દેશની રક્ષા કાજે પોતાની ફરજ બજાવે છે.
આજે મહિલા દિવસ પર ખાસ એવી સૌ બુલંદ ને નિર્ભય મહિલાઓને સલામ કે જે સાહસિક બનીને તેમના પતિ કે પુત્રને દેશની સુરક્ષામાં જીવના જોખમે સીમા પર મોકલી દેશને માટે મોટું બલિદાન આપે છે.
આ સાથે ઘણી મહિલાઓ જે ખુદ આમી, નેવી કે એરફોર્સમાં રહી દેશની સુરક્ષા માટે જજુમે છે. તેવી સાહસિક અને નિર્ભય મહિલાઓને પણ આજે સલામ છે.
આપણા હાલના ડિફેન્સ મિનિસ્ટર પણ મહિલા જે નિમર્લા સીથારમન, સિયાચીનની બોર્ડર પર તેઓ સ્વયમ જઇને ત્યાંના સામેના દેશના સૈનિકો સાથે વાટાઘાટ કરીને તેમણે બહાદુરી ભર્યું કાર્ય કરી બતાવ્યું હતું.
ભારતીય મહિલાઓની ભારતીય આર્મીમાં 1988 થી ભુમિકા શરૂ થઇ જયારે ઇન્ડીયન મીલ્ટ્રી નર્સીંગ સરવીસની બ્રિટીશરાજ દરમ્યાન સ્થાપના કરવામાં આવી. ભારતે સને 1992 ની સાલથી ભારતીય સેનામાં બીન તબીબી હોદ્દાહો પર પણ મહિલાઓને ભરતી કરવાનું શરૂ કર્યું. જો કે ઇન્ડીયાન આર્મીમાં મહિલાઓને માત્ર બીન લડાઇ ભુમિકાઓજ નિભાવી શકવાની છુટ છે. તા. 19 જુન 2007 માં યુનાઇટેડ નેશન (યુ.એન.) એ પ્રથમ સર્વ મહિલા પીસ કીપીંગ ફોર્સ (.ઙયફભય ઊંયયાશક્ષલ ઋજ્ઞભિય) ની સ્થાપના કરી જેમાં 105 ભારતીય પોલીસ મહિલાઓને લાયબેરીયા નિમણુંક કરવામાં આવ્યા.
પ્રિયા જીંગન તે પ્રથમ મહિલાઓને 1993 માં ભારતીય આર્મીમાં જોડાયા તેમાનમા તે એક છે. તે ઉપરાંત શ્રીમતિ અલકા ખુરાના પણ તેમાના પ્રથમ મહિલા હતા જેમણે પ્રથમ વાર 1994 માં ગણતંત્ર દિવસ તથા આર્મી દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો. શ્રીમતી સાપર શાંતી તીંગા પ્રથમ ભારતીય મહિલા જવાન (પ્રાઇવેટ રેંક) કે જેઓ 2011 માં ભારતીય સેનામાં જોડાયા.
મીતાલી મધુમીતા (લેફટનન્ટ કર્નલ) જે સને 2000 માં જોડાયા, તેઓ પ્રથમ ભારતીય મહિલા ઓફીસર છે કે જેમણે ગેલેન્ટ્રી એવોર્ડ મેળવ્યો તેમને 2011 માં સેના મેડલ દ્વારા બિરદાવ્યા તેમની બહાદુરી માટે. તેઓએ ઇન્ડીયન એમ્બેસી પર તા. 26 ફેબ્રુ.2010 ના કાબુલ અફઘાનીસ્તાન માં જયારે આતંકી હુમલો થયો ત્યારે તેઓએ તેમની રક્ષા કરી સૌ મહિલાઓ માટે ઉદાહરણ રૂપ હિંમમત બતાવી.
અંજના બહાદુરીયા કે જેમણે પ્રથમ મહિલા ક્રેડેટની બેંચમાં 1992 માં ઓફીસર ટ્રેનીંગ એકેડેમી, ચૈન્નાઇમાં ભાગ લીધો અને સાથો-સાચથ પ્રથમ ભારતીય મહિલા આર્મી ઓફીસર કે જેમને સુવર્ણ મેડલ થી સન્માનીત કરાયા. ભારતીય વાયુ સેના પણ મહિલાઓની દરેક હોદ્દા પર ભરતી કરે છે. લડાકુ તથા બીન લડાકુ (સપોર્ટ) ભુમિકા બન્નેમાં 1994 માં મહિલાઓએ એરફોર્સમાં પાયલોટ તરીકે જોડાવવાનું શરૂ કર્યું. શ્રીમતી ગુંજન સકસેના (ફલાઇટ ઓફીસર) તે પ્રથમ મહિલા કે જેમણે કારગીલ યુધ્ધ દરમિયાન મે-જુલાઇ 1999 માં સપોર્ટ ઓરટીસમાં ઉડાન ભરી.
2012માં નિવેદીતા ચૌધરી (ફલાઇટ લેફટનન્ટ) ભારતીફ વાયુ સેનાના પ્રથમ મહિલા કે જે માઉન્ટ એવરેસ્ટના શીખર સુધી પહોંચ્યા.
2015 માં ભારતીય વાયુ સેના એ મહિલાઓ માટે યુધ્ધના ફાઇટર પાયલોટ તરીકેના હોદ્દાઓ અને ભૂમિકાઓ જાહેર કરી.
ડો. પુનિતા અરોરા 1968 માં ભારતીય સેનામાં જોડાયા અને તેઓ પ્રથમ મહિલા બન્યા કે જેમણે દ્વિતીય ઉચ્ચ કક્ષાના લેફટન્ટ જનરલ તરીકે નો હોદ્દો મેળવ્યો. તથા પ્રથમ મહિલા વાઇસ એડમિરલ થયા. શ્રીમતી પદમાવતી બંદોપાધ્યાય એ પ્રથમ ભારતીય મહિલા જે ભારતીય વાયુ સેનામાં એર માર્શલ થયા અને બીજા મહિલા કે જેમણે ભારતીય સેનામાં થ્રી સ્ટાર રેન્ક મેળવી લેફટનન્ટ જનરલ શ્રીમતી પુનીતા અરોરા પછી.
ડો. સીમા રાવ જેમને ઇન્ડીયાસ વંડર વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના પ્રથમ મિ!લા કમાંડો ટ્રેનર છે, જેમણે 15000 સ્પેશ્યલ ફોર્સને તાલીમ આપી, ફુલ ટાઇમ ગેસ્ટ ટ્રેનર તરીકે 20 વર્ષ માટે અને તે પણ વિના મુલ્યે કલોઝ કવોટર બેટર માં પાચોનીયર તરીકે. તેમની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે.
ભારતીય મહિલાઓ ઇન્ડીયન કોસ્ટ ગાર્ડમાં પણ ઓફીસર રેંકમાં જનરલ ડ્યુટી, પાયલોટ અથવા લો ઓફીસર તરીકે જોડાઇ શકે છે. 2017 માં ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ, પ્રથમ એવું ફોર્સ બન્યું કે જેણે 4 મહિલા ઓફીસર, આસીસટન્ટ કમાન્ડર અનુરાધા શુકલા, સ્નેહા કથયાત, શિરીન ચંદ્રન અને વસુંધરા ચોકસી ને પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમા પર ઇન્ડીયન મેરી ટાઇમ ઝોનમાં કોમ્બેટ રોલ (લડાઇ ભૂમિકા) આપ્યો કેવી કુબેર હોવર ક્રાફટ જહાજ પેટ્રોલીંગ માટે.
સરકારે 2016 માં પાચેય શાખા સીઆરપીએફ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ-સીએપીએફ સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ, આઇટીપીબી- ઇન્ડો ટીબેટીયન બોર્ડર પોલીસ, એસએસબી-શસ્ત્ર સેના બલ અને સીઆઇએસએફ-સેન્ટ્રલ પબ્લીક સર્વિસ કમીશન યુપીએસસી દ્વારા ઓફીસર રેંક માટે છુટ આપી. માર્ચ 2016 માં ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ એ જાહેર કર્યું કે મહિલાઓને 33% કોન્સ્ટેબલ રેંક કર્મચારી તરીકે સીઆરપીએફ અને સીએસએફ માં અને 15% બીએસએફ એએસબી અને આઇટીબીપી માં નિમણુંક કરવામાં આવશે. સીઆરપીએફ અને સીએસએફ માં મહિલાઓ સુપરવાઇઝરી કોમબેટ રોલમાં યુપીએસસી દ્વારા પ્રવેશ મેળવી શકે છે. 2013-2014 અને 2016 થી મહિલાઓ પણ બીએસએફ, એસએસબી અને આઇટીબીપી માં સુપરવાઇઝરી કોરબેટ રોલમાં પ્રવેશ મેળવી શકે છે.


Advertisement