મહિલાઓનો એવો સમુહ જેણે હજારો મહિલાઓમાં જાગૃતતા લાવી

08 March 2019 05:04 PM
Jamnagar Woman

રીયુઝેબલ સેનેટરી પેડસના તદ્ન નવા વિચારધારાવાળા કાર્યમાં જોડાયા જામનગરના કાજલ ખવા

Advertisement

ભારતએ રૂઢિચુસ્ત દેશ છે. પરંતુ દિવસે દિવસે સાક્ષર લોકોની સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ દેશમાંથી રૂઢિચુસ્તતા, પરંપરાઓ અને ખોટી માન્યતા નાબુદ થતી ગઇ. પરંતુ હજુ પણ ઘણાં ગામડાઓ એવા છે જયાં સ્ત્રીઓને પુરતો અભ્યાસ આપવામાં આવતો નથી. અને તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. પરંતુ વાત કરીએ એવી એક સંસ્થાની કે જેણે સમગ્ર ગુજરાતભરની સ્ત્રીઓમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા અને તે સફળ પુરવાર રહયા.
ઞક્ષશાફમત નામની આ સંસ્થા જેણે ઋહફળશક્ષલજ્ઞ નામની કંપની સાથે નામની કંપની સાથે ફેન્ચાઇઝી લીધી છે. અને તેમાં માત્ર મહિલાઓ થકી મહિલાઓ માટે જ કાર્યો કરવામાં આવે છે. વાત કરીએ તેમના દ્વારા કરવામાં આવેલા એક એવા કાર્યની જેણે ગુજરાતની હજારો મહિલાઓમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા. ઞક્ષશાફમત સંસ્થાએ હાલ અમદાવાદમાં કાર્યરત છે. જેના સ્થાપક ગીતાબહેન સોલંકી છે. જેમના દ્વારા અનેક મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. અને અત્યારે તેમની ટીમ દ્વારા સાથે મળીને રીયુઝેબલ સેનેટરી પેડ્સનો તદન નવો વિચાર અમલમાં મુકવામાં આવ્યો. આ વિચારને પ્રસ્તાવમાં મુકવા માટે તથા સ્ત્રીઓ સુધી કોઇ રીતે આ વાત પહોંચાડી શકાય તેમા જામનગરના કાજલ ખવા દ્વારા પણ મદદ કરવામાં આવી.
બજારમાં અત્યારે જે સેનેટરી પેડ મળે છે. તેની કિંમત ઘણી મોંઘી છે. વળી તેનો એક વખત ઉપયોગ કર્યા પછી બીજી વખત ઉપયોગ પણ કરી શકાતો નથી. છતાં પણ સ્ત્રીઓ દ્વારા જરૂરીયાતની વસ્તુ હોવાને લીધે આ પેડ ખરીદવા જ પડે છે. પરંતુ ગામડામાં હજુ પણ એવી સ્ત્રીઓ છે. જેના પાસે સેનેટરી પેડનું કોઇ પ્રકારનું જ્ઞાન હોતુ નથી. માટે શરૂઆતમાં ઞક્ષશાફમતની બહેનો દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સૌરાષ્ટ્ર વિસ્તારની દરેક શાળા, કોલેજોની વિદ્યાર્થીનીઓ અને ગામડાની સ્ત્રીઓને રીયુઝેબલ સેનટરી પેડસ અંગેનું જ્ઞાન આપવમાં આવ્યુ અને શાળા, કોલેજોની વિદ્યાર્થીનીઓ માટે જાગૃતતા અભિયાનના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા. જેના લીધે વિદ્યાર્થીનીઓ અને ગામડાની સ્ત્રીઓમાં માસીક સમય દરિમયાન કાપડની જગ્યાએ પેડનો ઉપયોગ કરવાનું જ્ઞાન આવ્યુ. આ રીતે ઘણા સમય સુધી જામનગરના મહિલા કાજલ ખવા તથા તેમની મહિલા ટીમ દ્વારા ગીતાબહેન સોલંકીની મદદથી સ્ત્રીઓમાં જાગૃતતા લાવવા અંગેના અભિયાન ચલાવવામાં આવ્યા.
અત્યારે આ સંસ્થા દ્વારા એજન્ટની મદદથી ગુજરાતની દરેક જગ્યાએ રીયુઝેબલ સેનેટરી પેડસનું વેંચાણ કરવામાં આવે છે. ખાસ કરીને શાળા અને કોલેજોની વિદ્યાર્થીનીઓને તથા ગામડમા વસતી સ્ત્રીઓને આ પેડ ઉપયોગી થઇ શકે છે. કારણ કે ગામડામા અપુરતી સુવિધાઓ હોવાના લીધે ત્યાં સરળતાથી પેડ મળી રહેતા નથી. માટે ત્યાં આ સંસ્થાની મહિલાઓ એજન્ટ દ્વારા પડે પહોંચાડે છે. દિવસે ને દિવસે આ રીયુઝેબલ સેનટરી પેડનું વહેચા વધતુ જાય છે. તથા હજારો સ્ત્રીઓમાં જાગૃતતા લાવવાનું કાર્ય કર્યુ છે.
સ્ત્રીઓ દ્વારા, સ્ત્રીઓ માટે, સ્ત્રીઓમાં જાગૃતતા લાવવા અંગેનો આ એક અનોખો પ્રયાસ યછે જે નારીશકિતનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરવાર થાય છે. નાના એવા શહેર જામનગરના વતની કાજલ બહેને અત્યારે અમદાવાદ સુધી જઇને આ સંસ્થાના બહેનો સાથે જોડાઇ સમાજના વિકાસનું શ્રેષ્ઠ કાર્ય કર્યુ છે. થોડા સમયમાં જ ઞક્ષશાફમતની એક શાખા જામનગર શહેરમાં પણ પ્રસ્થાપિત થવા જઇ રહી છે. અને આસામ તરફથી પણ ત્યાં ચા ના બગીચામાં કાર્ય કરતી બહેનોમાં જાગૃતી લાવવા માટે તથા રીયુઝેબલ સેનેટરી પડે અંગે જાગૃતતા લાવવા માટે ઞક્ષશાફમત દ્વારા દેશના વિકાસને લગતુ એક કાર્ય કરાવમાં આવ્યુ છે. જેનો દરેક સ્ત્રીઓએ તથા સમગ્ર સમાજે આભાર માનવો જોઇએ.
ગુજરાતમાં તથા ખાસ કરીને જામનગરના મોટાભાગના ગામડાઓની સ્ત્રીઓમાં શિક્ષણના અભાવને લીધે સેનેટરી પેડ અંગેની માહિતી હોતી નથી. પરંતુ સ્ત્રીઓની આ ટીમ દ્વારા તેમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ સફળ રહયો છે. મહિલાઓ દ્વારા ચાલતો આ કંપનીના સમગ્ર દેશભરમાં એજન્ટ છે.
મુખ્યવાતતો એ કે રીયુઝેબલ સેનેટરી પેડ અંગેની વિચારધારા પહેલા ભારત બહારના ગરીબવર્ગના દેશોમાં શરૂ કરવામાં આવી હતી. બે વર્ષ સુધી તે જગ્યાએ આ સફળ પ્રયાસ થયા બાદ ગુજરાતમાં આ વિચાર સફળ નિવડયો છે. અને જામનગર સહિત આજુબાજુના ગામડાઓ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી રીયુઝેબલ સેનેટરી પેડનું વેંચાણ થઇ રહ્યુ છે. અનેક મહિલાઓમાં પણ આ અંગેની જાગૃતતા આવી છે.
માત્ર પુરૂષ જ કંપનીનું સંચાલન કરે તે જરૂરી નથી સ્ત્રીઓ પણ પોતાની મહેનતે પોતાના વિચાર દ્વારા એક સફળ બિઝનેસ વુમની સાથે સાથે સફળ નારી પુરવાર થઇ શકે છે. સમાજની દરેક સ્ત્રીએ કંઇક નવુ કાર્ય કરવુ જોઇએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ માત્ર માહિલાઓના સમુહ દ્વારા કરવામાં આવતો મોટા પાયાનો આ બિઝનેસ પુરવાર થાય છેે.


Advertisement