જયારે ધોનીએ કહ્યું- આપણા જ ઘરમાં શું ઉદઘાટન કરવાનું હોય?

07 March 2019 04:05 PM
Sports
  • જયારે ધોનીએ કહ્યું- આપણા જ ઘરમાં શું ઉદઘાટન કરવાનું હોય?

સફળતાના આકાશમાં વિહરતા ધોનીના પગ જમીન પર : જેએસસીએ પેવેલીયનનું ધોની નામકરણ કર્યું ત્યારે તેના ઉદઘાટનનો નમ્રતાથી ઈન્કાર કર્યો

Advertisement

રાંચી તા.7
ક્રિકેટના આકાશમાં સફળતાના કદમો ચૂમનાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના પગ ધરતી પર જ છે. તેની નમ્રતાનો પરિચય તાજેતરમાં ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસીએશન (જેએસસીએ) ને થયો હતો.
ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસીએશને તેના સ્ટેડીયમનાં પેવેલીયનનું મહેન્દ્રસિંહ ધોની પેવેલીયન નામકરણ કર્યુ ત્યારે તેનું ઉદઘાટન કરવાનું કહ્યું ત્યારે ધોનીએ એવો જવાબ આપ્યો હતો કે દાદા, આપણા જ ઘરમાં શું ઉદઘાટન કરવાનું હોય? તેમ એસોસીએશનના મંત્રી દેબાશિષ ચક્રવર્તીએ જણાવ્યું હતું. અમે તેમને ઉદઘાટન કરવાનું કહ્યું હતું પણ તેઓ સહમત નહોતા થયા. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આટલી ઉંચાઈએ પહોંચ્યા છતાં ધોની નમ્ર હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં સુનીલ ગાવસ્કર સ્ટેન્ડ છે, દિલ્હીમાં ફીરોઝ શાહ કોટલા સ્ટેડીયમમાં વિરેન્દ્ર સેહવાગ ગેટ છે, ત્યારે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસીએશને તેના સ્ટેડીયમમાં પેવેલિયનનું મહેન્દ્રસિંહ ધોની પેવેલીયન નામકરણ કર્યું છે.
આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ ધોનીના હોમ ટાઉનમાં છેલ્લી રમત હોવાની અપેક્ષા સેવાય છે ત્યારે જેએમસીએના ઉચ્ચ સતાધીશોએ જણાવ્યું હતું કે આ સ્થળે તેમની કોઈ ખાસ યોજના નથી.


Advertisement