બાઈક સ્લીપ થતા યુવાનનું ઘટના સ્થળે મોત: પુત્રનો બચાવ

07 March 2019 12:26 PM
Porbandar
  • બાઈક સ્લીપ થતા યુવાનનું ઘટના સ્થળે મોત: પુત્રનો બચાવ

રાણાવાવ-જામનગર રોડ પર

Advertisement

(બી.બી. ઠકકર)
રાણાવાવ તા.7
રાણાવાવ જામનગર રોડ ઉપર રાણાવાવથી આઠ કી.મી. દુર રામગઢ ગામ નજીક હાઈવે ઉપર મધ્યપ્રદેશનો મજુર રાકેશ કેશુભાઈ લુવારી ગામ રહેવાસી ઉ.26 વાળો પોતાના ત્રણ વરસનો પુત્ર સાથે પોતાની મોટર સાયકલ ઉપર આવતો હતો ત્યારે મોટર સાયકલ પૂલ્યા નજીક સ્લીપ થતા રાકેશનું ઘટના સ્થળે મોત થયું હતું. તેમજ તેમના પુત્રને પ્રાથમીક સારવાર આપી વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખાતે ખસેડેલ છે. આ બનાવની પોલીસ તપાસ ચલાવે છે.


Advertisement