એચઆઈવી પીડિત વિશ્ર્વના બીજા દર્દીને સાજા કરતા ડોકટરો

05 March 2019 06:00 PM
Health India
  • એચઆઈવી પીડિત વિશ્ર્વના બીજા દર્દીને સાજા કરતા ડોકટરો

બોનમેરો સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સિદ્ધિ

Advertisement

નવી દિલ્હી તા.5
એઈડસ ભણી દોરી જતા એચઆઈવી વાયરસથી મુક્ત બનેલો લંડન સ્થિત પુરુષ વિશ્ર્વની બીજી વ્યક્તિ છે. અજાણ રહેવા માંગતો આ દર્દી સ્ટેમલેસ ટ્રાન્સપ્લાન્ટ પછી સાજો થયો છે.
12 વર્ષ પહેલાં તિમેથી રે બ્રાઉન નામનો અમેરિકાનો માણસ આ રીતે ચેપમુક્ત બન્યો હતો. એ પછી વિજ્ઞાનીઓ પ્રથમ સફળતા અત્યાર સુધી દોહરાવી શકયા નહોતા.
લંડનની આ વ્યક્તિ એચઆઈવી રેલિસ્ટંટ ડોનર તરફથી બોન મેરો મળ્યા પછી સાજી થઈ હતી. જો કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સામાન્ય રીતે જોખમકારક અને પીડાકારી છે.
2003માં એચઆઈવી હોવાનું નિદાન થયા પછી લંડનના આ દર્દીને કેન્સર પણ થયું હતું. 2016માં તે ડોનર તરફથી બોનમેરો સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ માટે સહમત થયો હતો. કેન્સરની સારવાર માટે આ સામાન્ય પણ ખર્ચાળ પ્રક્રિયા છે. લોહીનું સગપણ ન ધરાવતા ડોનરમાં એચઆઈવી ઈન્ફેકશનનો પ્રતિકાર કરે તેવા સીસીઆરએસ ડેલ્ટા 32 તરીકે જાણતા દુર્લભ જીનેટીક મ્યુટેશન હતા.
પાછળથી ડોકટરોને જાણવા મળ્યું કે ટ્રાન્સપ્લાન્ટથી લંડનના દર્દીની ઈમ્યુન સીસ્ટમમાં ફેરફાર થતાં તેનો ડોનરનું એચઆઈવી રેસીસ્ટન્સ મળ્યું હતું.
બોનમેરો સ્ટેમ સેલ મળ્યાના 3 વર્ષ બાદ અને દવા બંધ કર્યાના 18 માસ પછીના પરીક્ષણોમાં દર્દીમાં અગાઉના એચઆઈવી ઈન્ફેકશન જોવા મળ્યા નહોતા.
આ માણસની સારવાર કરનારી ટીમમાં રવીન્દ્ર ગુપ્તા નામના પ્રોફેસર અને એચઆઈવી બાયોલોજીસ્ટ પણ હતા.


Advertisement