નાના દેશો વધુ નિરામય; કેનેડા મોખરે

05 March 2019 12:07 PM
Health India
  • નાના દેશો વધુ નિરામય; કેનેડા મોખરે

નવા ગ્લોબલ વેલનેસ ઈન્ડેકસમાં ફિલિપાઈન્સ અને દક્ષિણ કોરીયા સાથે ઓમાન, આઈસલેન્ડ, માલદિવ્સ, નેધરલેન્ડસ અને સિંગાપુર જેવા નાના દેશોને પણ સ્થાન મળ્યું છે. ઈન્ડેકસ તૈયાર કરતી વખતે જુદી જુદી 10 બાબતોને ધ્યાનમાં લેવાઈ હતી

Advertisement

ન્યુયોર્ક: પૈસો પરમેશ્ર્વર નથી, પણ પરમેશ્ર્વરથી કંઈ ઓછો નથી એવું આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. આમ છતાં, આવી ઉક્તિમાં પૈસાને વધુ પ્રાધાન્ય અપાયું હોય તેવું જરૂરી લાગે છે. જીવનના બીજા પાસાને ઉતરતા ક્રમે મુકવામાં આવ્યું હોવાની છાપ પડે છે. ગ્લોબલ વેલનેસ ઈન્ડેકસમાં પૈસા ઉપરાંત લોકો કેવા તંદુરસ્ત અને સફળ છે તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. અભ્યાસમાં જણાયું છે કે લોકો કયાં રહે છે તે પણ મહત્વનું છે. ડેટામાં થોડો ઘણો ફેરફાર વિજેતા દેશોનું પરિણામ બદલી શકે છે, પણ ટોચના સુખી દેશોની યાદીમાં વધુને વધુ નાના દેશો આવતા જાય છે, જયારે તેજીવાળા અર્થતંત્રોવાળા દેશ પાછા પડી રહ્યા છે.
ઈન્વેસ્ટ ફર્મ લેટરવન દ્વારા પ્રકાશિત ગ્લોબલ વેલનેસ ઈન્ડેકસમાં 151 દેશોમાંથી કેનેડાને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો છે. જગત જમાદાર એવો શક્તિશાળી દેશ અમેરિકા યાદીમાં છેક 37માં નંબરે છે. જી-20 દેશો અને પૃથ્વી પરના 20 વધુ વસ્તીવાળા દેશો સાથે વધુ કડકપણે રેન્કીંગ આપવામાં આવે તો દક્ષિણ આફ્રિકા, યુક્રેન, ઈજીપ્ત અને ઈરાક પછી પણ છેક છેલ્લે આવે છે.
સરકારી આરોગ્ય ખર્ચથી ડિપ્રેશનનો દર અને આલ્કોહોલના ઉપયોગ, ધુમ્રપાન, હેપિનેસ અને એકસરસાઈઝ જેવા વિવિધ માપદંડના આધારે નવા ઈન્ડેકસ દ્વારા અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસની આગળ વધી વિશ્ર્વનું આકલન કરવા પ્રયાસ કર્યો છે.
ગત મહીને બ્લુમબર્ગના પોતાના રિસર્ચમાં સ્પેશને વિશ્ર્વનો સૌથી તંદુરસ્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો.
બન્ને સર્વે અને તેના જેવા અન્યોમાં સમાન બાબત એ છે કે ટોચના દેશોમાં નાના દેશો વધુને વધુ આવતા જાય છે. આધુનિક વિશ્ર્વ સાથે સંશોધકો નવા સમીકરણો વિકસાવતા જાય છે. પરંતુ એ આર્થિક તંદુરસ્તી અને વાસ્તવિક આરોગ્ય વચ્ચે સહસંબંધ જરૂરીપણે બતાવતા નથી.
બેંક ઓફ ઈંગ્લેન્ડ અને યુકે ટ્રેઝરીના પુર્વ અર્થશાસ્ત્રી રિચાર્ડ ડેવિસના જણાવ્યા મુજબ દરેક દેશ અને વિકાસમાન દેશોની દરેક વ્યક્તિને વિકાસની ગણતરીમાં સામેલ કરવામાં આવતા નહોતા.
ડેવિસના ડેશબોર્ડમાં બ્લડ પ્રેસર, સરેરાશ આયુષ્ય અને સરકારી આરોગ્ય ખર્ચના કારણે કેનેડાને પ્રથમ ક્રમે મુકવામાં આવ્યું છે. એ ઉપરાંત આ દેશ દેશના ઉંચા હેપીનેસ લેવલ તરફ પણ ધ્યાન આપે છે. દક્ષિણ આફ્રિકા એક વખત આર્થિક વિકાસ દ્રષ્ટીએ દીવાદાંડી મનાતો હતો, પણ આમુલ્ય, આલ્કોહોલના ઉપયોગ, ડિપ્રેસન અને ડાયાબીટીસની દ્રષ્ટીએ તેનો દેખાવ નબળો છે.
નાના, તંદુરસ્ત દેશો સામે જયારે તોલવામાં આવે ત્યારે કેટલાય મોટા અર્થતંત્રો પાછા પડતા જણાય છે. ટોચના 10 દેશોમાં ફિલિપાઈન્સ અને દક્ષિણ કોરિયા જેવા મોટા દેશો સાથે ઓમાન, આઈસલેન્ડ, માલદિવ્સ, નેધરલેન્ડસ અને સિંગાપુરને પણ સ્થાન મળ્યું છે.
યાદીમાં અમેરિકા પ્રમાણમાં પાછળ રહ્યાનું કારણ વધુ પડતી મેદસ્વીતા, ડિપ્રેશન, નિષ્ક્રીયતા અને અન્ય બાબતો જવાબદાર છે.
ગ્લોબલ વેલનેસ ઈન્ડેકસમાં 10 ચાવીરૂપ બાબતો, બ્લડ પ્રેસર, બ્લડ ગ્લુકોઝ, ઓબેલિટી, ડિપ્રેસન, હેપીનેસ, આલ્કોહોલનો ઉપયોગ, ટોબેકો, કસરત, આરોગ્યમય દીર્ઘજીવન અને આરોગ્ય પર સરકારી ખર્ચને ધ્યાનમાં લેવાયા હતા. આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન્સના ગ્લોબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી અને યુનાઈટેડ નેશનલ તથા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ અને પબ્લીક હેલ્થ ડેટા જેવા સ્ટાન્ડર્ડ સ્ત્રોતમાંથી ડેટા લેવામાં આવ્યા હતા. દરેક બાબતે મજબૂત અને નબળા દેખાવ બાબતો દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, અને એકથી પણ વધુ બાબત અદ્દશ્ય જોવા મળતાં આકરે 151 દેશોનું રેન્કીંગ કરવામાં આવ્યું હતું.
વળી, જી-20 દેશો સાથે પી-20 વધુ વસતીવાળા દેશોનો ક્રમ આપવામાં આવ્યો હતો. આ કારણે નાના દેશોની બાદબાકી થઈ હતી, પણ વિશ્ર્વની 95% વસતીને આવરી લેવામાં આવી હતી.
ડેવિસે જણાવ્યું હતું કે ધનિક દેશો આગળ રહ્યા હોય તેવું દેખાય છે, પણ ઘણાં ઉદભવતા અર્થતંત્રો વિકસીત દેશો કરતાં વધુ સ્કોર કરી ગયા છે. ઉદભવતા અર્થતંત્રવાળા દેશોમાં તાજેતરમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું હોવાથી આવું બન્યું છે. ભવિષ્યના અર્થતંત્રોને ત્રણ સ્તરે તોલવામાં આવશે એમાં જીડીપી, રોજગારી દર જેવા સમગ્ર અર્થતંત્રનાં પરંપરાગત ધોરણો તથા દેશમાં સમાનતા અને જુદા જુદા વર્ગો સાથે ન્યાય અને આરોગ્ય, હેપીનેસ અને વેલબીઈંગ જેવા નવા માપદંડ સામેલ હશે.


Advertisement