મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં 5Gનો દબદબો

26 February 2019 12:34 PM
India Technology
  • મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં 5Gનો દબદબો

સેમસંગે 5જી સ્માર્ટફોનનું નિદર્શન કર્યા પછી શાઓમી, હુવેઈ અને ઓપ્પોએ પણ 5જી ઈન્ફ્રાસ્ટ્રકચર-નેટવર્કનો લાભ લઈ શકે તેવા સ્માર્ટફોન બાર્સિલોના ખાતેની મોબાઈલ કોંગ્રેસમાં રજુ કર્યા છે. હુવેઈએ ફોલ્ડેબલ ડિવાઈસીસ પેશ કરી સૌને અચંબામાં મુકયા હતા

Advertisement

બાર્સિલોન, સ્પેન: એમડબલ્યુસી બાર્સિલોના (અગાઉ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ તરીકે જાણીતી હતી) એ મોબાઈલ, ટેકનોલોજી, નવા દ્વાર માટે ખુલ્લા મુકયા છે. ચાલુ વર્ષના શોમાં 5જીનો મુદો કેન્દ્રસ્થાને રહેશે એમાં ભાગ્યે જ કોઈને શંકા હતી.
હુવેઈ અને એરિકસન જેવી નેટવર્ક ઈન્ફ્રાસ્ટકચર કંપનીઓ 5જી સાથે તે શો ચમત્કાર કરી શકે છે તે બતાવશે. હેન્ડસેટ કંપનીઓ પણ 5જી યુગ અપનાવવાની તૈયારી દર્શાવનાર છે.
અમેરિકી માર્કેટમાં ગત સપ્તાહે દક્ષિણ કોરિયાની ટેક જાયન્ટ સેમસંગએ તેનો ગેલેકસી એસ 10 5જી ફોન બતાવ્યો હતો. એમડબલ્યુસી બાર્સિલોના ખાતે એ આકર્ષણનું કેન્દ્ર બનશે તેવું મનાય છે. ચાર દિવસના શોમાં એક લાખ મુલાકાતીઓ આવે તેવી ધારણા છે. શનિવારે ઓપોએ તેનો 5જી ફોન બતાવ્યો હતો.
આ બન્ને કંપનીઓને હુવેઈના બહુચર્ચીત 5જી ફોલ્ડેબલ (આવી શકાય) ફોન અને એલજી સહીતના ડિવાઈસ નિર્માતાઓ તરફથી ટકકર મળવા સંભાવના છે.
5જી બાબતે આટલી ઉતેજના કેમ છે તે સમજવું મુશ્કેલ નથી. લો-લેટન્સી અને હાઈ-બેન્ડ વિથના કારણે લોકો આજે રીતે એકબીજા સાથે સંદેશાવ્યવહાર કરે છે, ગેમ્સ રમે છે અને વિડીયો જુએ છે એમાં નાટકીય પરિવર્તન આવશે.
એન્ટરપ્રાઈઝ સોફટવેર કંપની વીએમવેરના સીઈઓ પેટ ગેલલિંગએ એક બ્લોગ પોટરમાં લખ્યું હતું કે ગત વર્ષના અને આ વખતના શો વચ્ચે તફાવત એ છે કે 5જી આજે વાસ્તવિકતા બની છે. 5જી મોબાઈલ ઓપરેટરો અને કોમ્યુનીકેશન્સ સર્વિસ પ્રોવાઈડર્સ (સીએસવી) ને જીવનમાં એકવાર આવતી અજોડ તક પુરી પાડે છે.
5જી લોકો માટેના ગેમીંગ અનુભવમાં કેવો બદલાવ લાવે છે તે શોનું બીજું મુખ્ય પાસું હશે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ ખાતેના એસોસીએટ ડીરેકટર તરુણ પાઠકે જણાવ્યું હતું કે આપણે 5જીના હજુ પ્રારંભીક તબકકામાં છીએ. પરંતુ, આવા ડિવાઈસીસ વહેલા આવી જાય એ સારું છે. લોકો એનાથી ભાવિમાં નજર નાખી શકશે.
એમડબલ્યુસી ખાતે હાર્ડવેર બનાવતી કંપનીઓ ગ્રાહકોની મોટા સ્ક્રીન અને ખિસ્સામાં સરળતાથી રાખી શકાય તેવા ડિવાઈસીસની વધતી માંગને કઈ રીતે સંતોષે છે તે પણ એક મોટો પડકાર છે.
કદાચ આ જ કારણે 5જી ડીવાઈસ સિવાય વિશ્ર્વની મોટી હેન્ડસેટ કંપનીઓ ફોલ્ડેબલ ફોનની જાહેરાત કરી રહી છે.
ફોર્રેસ્ટર નામની વૈશ્ર્વિક માર્કેટ રિસર્ચ કંપનીના વાઈસ ચેરમેન અને પ્રિન્સીપલ એનાલીસ્ટ થોમસ રતનના જણાવ્યા મુજબ 5જી અને ફોર્ડેબલ ફોન એમડબલ્યુસીને આંજી દેશે.
ટોચની સ્માર્ટફોન બ્રાન્ડ સ્માર્ટફોન ડિઝાઈન રીઈન્વેન્ટ (પુન: શોધ) કરી હોવાનો દાવો કરશે. પરંતુ આ ફોલ્ડેબલ સ્ક્રિન માટે સ્માર્ટફોન કેટેગરી રિઈન્વેન્ટ કરવામાં અને જુદો અનુભવ આપવામાં લાંબો સમય લેશે.
ફોલ્ડેબલ સ્ક્રીન્સ સ્માર્ટફોન, ટેબ્લેટસ અને લેપટોપ વચ્ચેનો તફાવત ક્રમશ: ઝડપથી દૂર કરી નવું ફોર્મ ફેકટર રજુ કરશે.
ફોર્રસ્ટર ખાતેના સીનીયર એનાલીસ્ટ પોલ મિલરના જણાવ્યા મુજબ ઓગમેન્ટેડ અને વર્ચ્યુલ રિયાલીટી ક્ષેત્રે પ્રારંભીક પ્રયોગો હવે વધુ પુખ્ત થયા છે અને એમડબલ્યુસી ખાતે એના નકકર પુરાવા મળશે.
વિશ્ર્વના ચોથા મોટા સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ રવિવારે સ્માર્ટફોન લોંચ કર્યો હતો. એ 5જી નેટવર્કનો લાભ લઈ શકશે અને ગત સપ્તાહે સેમસંગે જાહેર કરેલા ફોન કરતાં ઓછો ખર્ચાળ હશે.
શાઓમીના નવા મોબાઈલની બજાર કિંમત 599 યુરો (679.33 ડોલર) જેટલી હશે મે મહિનામાં એ બજારમાં આવશે.
હુવેઈ અને એપલ કરતાં પણ બજારમાં આગળ સેમસંગે બુધવારે 5જી ફોન લોંચ કર્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ તે ઉઠાવાતી શરુઆતમાં 1980 ડોલરના ભાવે મળશે.
હુવેઈ હવે તેના નવા ફોલ્ડીંગ સ્કીન ફોન સાથે બજારમાં આવી રહી છે. વિશ્ર્વમાં પ્રભાવ ધરાવતી કંપનીઓ માટે પણ બેન્ડેબલ ડિવાઈસીસ એક પડકાર છે ત્યારે હુવેઈ પણ એ દોડમાં સામેલ થઈ છે.
આગામી વર્ષોમાં ઓનલાઈન આવનારા સુપરફાસ્ટ નેકસ્ટ જનરેશન મોબાઈલ નેટવર્કસનો કંપનીના નવા ડિવાઈસ લાભ લઈ શકશે. એરિકસન અને નોકીયા સાથે હુવેઈ પણ 5જી નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચર આપનાર અગ્રણી કંપની છે.
અમેરિકાએ કંપનીના ડિવાઈસ સાઈબરસીકયુરીટી રીસ્ક ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે એ વખતે હુવેઈએ તેનો ફોલ્ડેબલ ફોન લોંચ કર્યો છે.
પાછળ ન રહેવું હોય તેમ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ શનિવારે તેનો પ્રથમ 5જી સ્માર્ટફોન લોંચ કર્યો હતો. કેમેરા સેન્ટ્રીક સ્માર્ટફોન બ્રાન્ડે એ ઉપરાંત એન્ટેન્સડ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે 10 એકસ લોસલેસ ઝુમ ટેકનોલોજીનું પણ નિદર્શન કર્યુ હતું.
ઓપ્પોનો 5જી સ્માર્ટફોન કવોલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસરથી ચાલે છે. એ સામે ચિપ મેકર્સના 50 5જી મોડમ, ઈન્ટીગ્રેટેડ આરએફ (રેડીયો ફ્રિકવન્સી) ટ્રાન્સીવર અને આરએફ ફ્રન્ટ એન્ડ સોલ્યુશન્સ પણ છે.
ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 10% હિસ્સો ધરાવતી ઓપ્પો શાઓમી, સેમસંગ અને વિવો પછી ચોથી મોટી સ્માર્ટફોન કંપની છે. ઓપ્પોએ આ પહેલાં ડિસેમ્બર 2018માં ચીનમાં તેના ફલેગશીપ ફાઈન્ડ એકસ સ્માર્ટફોનનું 5જી પ્રોટોટાઈપ રજુ કર્યું હતું.


Advertisement