સુરતના શાહ પરિવરે છપાવી અનોખી કંકોત્રી.. 2019ની લોકસભા ચંટણીમાં મતદાન કરવાનો આપ્યો સંદેશો

23 February 2019 05:55 PM
Video

Advertisement

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લોકો પોતાના લગ્ન માટેની કંકોત્રીઓમાં રાફેલ અને પીએમ મોદીને વોટ આપવાની બાબતોનો ઉલ્લેખ કરે છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા રાજુભાઇ શાહના દિકરા શમ્યકના લગ્ન પ્રસંગ માટે કંકોત્રી છપાવવાની હતી.. શાહ પરિવરાની ઇચ્છા હતી કે, કંકોત્રીમાં કોઈ સોશિયલ મેસેજ હોય કે દરેક વ્યક્તિ તેની સાથે જોડાઇ શકે. ત્યારે તેઓએ કંકોત્રી પર 2019ની લોકસભા ચંટણીમાં મતદાન કરવાનો સંદેશો આપતી વાત છપાવી છે. મતદાનએ આપણો અધિકારી છે અને દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઇએ તે વાત કંકોત્રીમાં છાપી હતી. પરિવારનું કહેવું છે કે, વોટ કોને આપવો તે અંગત બાબત છે પરંતુ વોટ આપવો એ દેશ સાથે જોડાયેલી બાબત છે.


Advertisement