સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આવ્યું હરકતમાં..પાકિસ્તાનનું નામ બેનરમાંથી હટાવી કાળો પટ્ટો લગાવ્યો

23 February 2019 05:37 PM
Video

Advertisement

પુલવામામાં થયેલા હુમલા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. હુમલા બાદ કેટલાક લોકો શહીદોનાં પરિવારને આર્થિક મદદ કરીને, તો કોઇક કેન્ડલ માર્ચ કરીને, તો કોઇક રસ્તા પર પાકિસ્તાન પર પોતાનો ગુસ્સો દાખવીને રોષ બતાવી રહ્યાં છે. આવો જ આક્રોશ રાજકોટમાં પણ દેખાયો છે. આ હુમલા પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને પાકિસ્તાનનું નામ લિસ્ટમાંથી હટાવી તેના પર કાળો પટ્ટો મારી દીધો છે જેનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક મોટું બેનર બનાવડાવ્યું હતું.


Advertisement