ચિત્રનગરીના 70 કલાકારોએ રૈયા ચોકડી બ્રિજમાં જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં પેઇન્ટિંગ બનાવ્યા..

23 February 2019 05:28 PM
Video

Advertisement

છેલ્લા ત્રણ વર્ષથી ચિત્રનગરીના 1200 કલાકારો નિ:સ્વાર્થ ભાવે રાજકોટની આગવી ઓળખ બનાવવા માટે મેહનત કરી રહ્યા છે. ચિત્રનગરીના કલાકારો હવે રૈયાચોકડી ખાતેના ઓવરબ્રિજના તમામ પિલર પર ચિત્રો દોર્યા છે. શુક્રવારે સાંજે 7 વાગે રૈયા ચોકડી બ્રિજની નીચે 70 કલાકારો રાત્રીના 12 વાગ્યા સુધીમાં બ્રિજના તમામ પિલર ચિત્રોથી મઢી દીધા હતા. ચિત્રનગરીના કાલકારોએ બ્રિજ નીચે તાજેતરમાં પુલવામા ખાતે થયેલા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતું પેઇન્ટિંગ સહિતના આકર્ષક પેઇન્ટીંગ કર્યા છે.


Advertisement