હવે તો જાગો; વિશ્ર્વમાં કીટાણુનો નાશ થઈ રહ્યો છે

14 February 2019 12:17 PM
India
  • હવે તો જાગો; વિશ્ર્વમાં કીટાણુનો નાશ થઈ રહ્યો છે

વિશ્ર્વની જુદી જુદી કીટાણુ પ્રજાતિમાંથી અડધી ઝડપથી ઘટી રહી છે અને ત્રીજા ભાગની સપુચી અદ્રશ્ય થઈ જશે : જંતુનાશક દવાઓનો વધુ પડતો વપરાશ, જંગલોનું નિકંદન, ખેતજમીનનું રૂપાંતર જેવા કારણોથી કીટાણુ અને કીટાણુ પર નભતા પક્ષીઓ વિનાશના આરે છે

Advertisement

સીડની: આપણે જો અન્ન સહિતના ખેત ઉત્પાદનની પદ્ધતિ નહીં બદલીએ તો થોડા દસકાઓમાં જંતુઓનું અસ્તિત્વ ભુંસાઈ જશે. ક્રોપ પોલીનેશન (પરાગણ) અને નેચરલ ફુડ ચેન માટે ખરાબ પરિણામોની ચેતવણી આપતા એક અભ્યાસમાં આમ જણાવાયું છે.
ઉડી શકે ભાંખોડીયા ભરી શકે, દર ખોદી શકે અને બંધિયાર પાણીમાં ચાલી શકે તેવા જંતુઓ સામુહિક વિનાશના આરે છે. છેલ્લા અડધા અવાજ વરસોમાં આવા જંતુ છઠ્ઠા ભાગમાં બચ્યા છે.
સંશોધકોએ જણાવ્યું છે કે પર્મિયન અને ક્રેટેસસ યુગના અંતથી પૃથ્વી પર આપણે જંતુઓનો મોટાપાયે વિનાશ જોઈ રહ્યા છીએ.
25.2 કરોડ વર્ષ પહેલા શરુ થયેલી પર્મિયન આખરી રમતમાં પૃથ્વીના 90% જૈવિક સ્વરૂપો નાશ પામ્યા છે. 6.6 કરોડ વર્ષ પહેલા ક્રેટેસસના અચાનક આખરી કાળમાં જમીન પરના ડાયનોઝર નાશ પામ્યા હતા.
યુનિવર્સિટી ઓફ સીડનીના ફ્રાન્સીસ્કો સાંએઝ બાયો અને ઓસ્ટ્રેલિયાની કિવન્સલેન્ડ યુનિવર્સિટીના કિસ વાયુકુયલે જણાવ્યું હતું કે જંતુની સંખ્યામાં 41% ઘટાડો નોંધાયો છે. પીઠ-કરોડરજજુ સાથેના પ્રાણીઓ અથવા વર્ટિબ્રેટસની તુલનામાં આ ઘટાડો બમણો છે. હાલમાં તમામ જંતુ પ્રજાતિઓની ત્રીજાભાગની વસ્તી પર નિકંદનનું જોખમ છે.
દર વર્ષે વધારાના એક ટકા જંતુ વિનાશ પામે છે. ઈનસેકટ બાયોમાસ અથવા તેમનું સામુહિક વજન વિશ્ર્વમાં દર વર્ષે 2.5% ના દરે ઘટી રહ્યું છે. સંશોધકો કહે છે કે પ્રકૃતિની સર્જનસૃષ્ટિનો વિનાશ અટકાવવા નિર્ણયાત્મક પગલાની જરૂર છે. તેમના મતે જંગલવિસ્તારોમાં વધારો અને જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરોના વપરાશમાં નકારાત્મક ધસારો જંતુની વિનાશ પ્રક્રિયાને ધીમી કરી શકે.
જર્નલ બાયોલોજીકલ ક્ધઝર્વેશનમાં પ્રસિદ્ધ થનારા આ અભ્યાસમાં વિશ્ર્વના 70 ડેટાસેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાના કેટલાક સદી જૂનો છે.
જંતુની વસ્તીમાં નિકંદન જેટલો ઘટાડો જંગલોના નાશ, શહેરીકરણ અને ખેત જમીનની જાળવણીના પ્રયાસોને આભારી છે. એ પછી પ્રદૂષણ અને કૃષિમાં જંતુનાશક દવાઓના વ્યાપક વપરાશ જેવા કારણો જવાબદાર છે.
ફ્રાંસમાં તાજેતરમાં પક્ષીઓની કેટલીય પ્રજાતિઓનું નિકંદન નીકળી ગયું એ પાછળ ઘઉં, જુવાર, મકાઈ અને બાઈન દ્વારા જેવા ઔદ્યોગીક પાક માટે જંતુનાશક દવાઓના ઉપયોગ જવાબદાર છે.
સેન્ટર ફોર બાયોલોજીકલ સ્ટડીઝ ખાતેના ઈકોલોજીસ્ટસ વિન્સેટ બ્રેટાગ્નોલેના જણાવ્યા મુજબ હવે ભાગ્યે જ કોઈ જંતુ બચ્યા છે એ મોટી સમસ્યા છે.
એકસપર્ટસના અંદાજ મુજબ યુરોપમાં ઉડતા જંતુઓની સંખ્યા સરેરાશ 80% ઘટી છે, એ કારણે 3 દસકામાં પક્ષીઓની સંખ્યા સરેરાશ 40 કરોડ ઘટી છે.
જલવાયુ પરિવર્તનના કારણે મુખ્યત્વે ભૂમધ્ય રેખાની બન્નેબાજુએ આવેલા ઉલ્લકટીબંધમાં જ જંતુઓની કેટલીક પ્રજાતિઓને સહન કરવું પડયું છે. જયારે ઉતરીય વિસ્તારોમાં તાપમાન ઉષ્ણ થતાં જંતુઓની વસતી વધી છે.
વિજ્ઞાનીઓને ડર છે કે લાંબાગાળે ગ્લોબલ વોર્મિંગથી જંતુઓના વિનાશનો બીજો દોર શરુ થશે. ઉંદર-છછુંદર, કાંટાવાળા જંગલી ઉંદર અથવા શેરા, એન્ટ ઈટર્સ અથવા ચૂંટાખાઉં, જલસ્થળચર, મોટાભાગના પતંગીયા કેટલાય પક્ષીઓ અને માછલીઓ જંતુ ખાઈ જીવે છે અથવા પોતા વંશજને ઉછેરવા એના પર આધાર રાખે છે.
ઘટી રહેલી પ્રજાતિથી ઉભો થયેલો અવકાશ ભરતા વન્ય જીવો બાયોમાસમાં ભારે ઘટાડાને ભરપાઈ કરી શકશે નહી.
રસપ્રદ વાત એ છે કે જંતુઓ વિશ્ર્વના ટોચના પરાગણ (પોલીનેટર્સ) છે. વિશ્ર્વના મુખ્ય 115 અન્ન પાકના 75% એનિમલ પોલીનેશન પર આધાર રાખે છે. આવા પાકોમાં કોકા, કોફી, બદામ અને ચેરીનો સમાવેશ થાય છે.
વિશ્ર્વમાં મધમાખીની છમાંથી એક પ્રજાતિ ક્ષેત્રીય રીતે નાશ પામી છે. મેડીટેરિયન બેસિનમાં ગોખરભૃંગ (છાણમાં રહેતા કિટાણુ-બગાં)ની સંખ્યા પણ 60% જેટલી ઘટી છે.
ઉષ્ણ કટીબંધ અને શીતોષ્ણ આબોહવા બન્ને વિસ્તારોમાં કીટાણુના નાશની ગતિ લગભગ સરખી છે. જો કે વિશ્ર્વના અન્ય ભાગો કરતા ઉતર અમેરિકા અને યુરોપમાં વધુ ડેટા પ્રાપ્ય છે.


Advertisement