હડાળા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા

13 February 2019 02:01 PM
Surendaranagar World

બાતમીના આધારે કાર્યવાહી કરાઈ 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયા

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.13
સાયલા પોલીસે ધાંધલપુર-હડાળાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જેમાં વિદેશી દારૂની 60 બોટલ તેમજ કાર સહીત રૂપ઼િયા1,29,000 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સાયલા તાલુકાના છેવાડાના ગામોની સીમમાં પર પ્રાંતિય વિદેશી દારૂની હેરફેર થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે હડાળા ગામના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી સાયલા પોલીસને મળી હતી. આથી પીએસઆઇ સહીતની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે અટકાવી તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની 60 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે વિદેશી દારૂ તેમજ કાર સહીત રૂપિયા 129000 ના મુદ્દામાલ સાથે વિંછીયા તાલુકાના અમરાપર ગામના વિક્રમભાઇ વિરમભાઇ આલ અને મુનાભાઇ અમરશીભાઇ વાસાણીને ઝડપી લઇ પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે. જિલ્લાના ગામોમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે પોલીસે પણ પોતાનું ખબરી નેટવર્ક એક્ટિવ કરી હેરાફેરી કરતાં શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


Advertisement