રસોઈની કવોલિટી બાબતે વર-ક્ધયા પક્ષ અને હોટેલ-સ્ટાફ વચ્ચે મારામારી

12 February 2019 05:28 PM
NRI
  • રસોઈની કવોલિટી બાબતે વર-ક્ધયા પક્ષ અને હોટેલ-સ્ટાફ વચ્ચે મારામારી

કેટલાયને ઈજા: હોટેલનું ફર્નિચર, માલમિલ્કતને નુકશાન: વિડીયો વાઈરલ

Advertisement

નવી દિલ્હી તા.12
ભારતીય લગ્નો વિશ્ર્વભરમાં જાણીતા છે ત્યાં સુધી કે ગ્રાન્ડ ઈન્ડીયન વેડીંગ જાણીતો શબ્દસમૂહ બન્યો છે. આમ છતાં કેટલાક લગ્નો આયોજન મુજબ થતા નથી અને એ સાથે સંકળાયેલા લોકો માટે કયારેક દુસ્વપ્ન બની રહે છે. આવા એક લગ્ન દિલ્હીમાં યોજયા હતા, જેમાં મહેમાનો અને હોટેલ સ્ટાફને ઈજા થઈ હતી. પીરસવામાં આવેલી રસોઈ બાબતે મારામારી થઈ હતી. આ બનાવ જનકપુરીની પિકાડેલી હોટેલમાં બન્યો હતો. આ મારામારીમાં એટલી જંગાલિયત થઈ હતી કે ફર્નિચર અને પ્રોપર્ટીને પણ નુકશાન થયું હતું. આ મારામારી વિડીયોમાં કેદ થઈ હતી.
ક્ધયા પક્ષ વિકાસપુરીનો હતો અને જાનૈયા પરિવાર ઉતમનગરથી આવ્યો હતો. બન્ને પરિવારો મારામારીમાં સંડોવાયેલા હતા. એમાંના કેટલાયની ધરપકડ થઈ છે. આ ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે.


Advertisement