જામનગરમાં રહેવું ન ગમતું હોવાથી પરપ્રાંતિય મહિલાએ આપઘાત કર્યો

11 February 2019 05:09 PM
Jamnagar
Advertisement

જામનગર તા. 11
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.પરપ્રાંતિય મહિલાને જામનગરમાં રહેવું ગમતું ન હોય અને તેના પતિને અન્ય શહેરમાં નોકરી ન મળતા તેણીએ આવેશમાં આવીને આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં પટેલ કોલોની શેરી નં.12 માં ત્રિવેણી એપાર્ટમેન્ટમાં શ્રીકાંતભાઇ શાદા બંગાળી(ઉ.વ.44,ધંધો નોકરી) પોતાના પત્ની અમ્રિતાબેન(ઉ.વ.34) સાથે ભાડાના મકાનમાં રહેતા હતાં.પરંતુ અમ્રિતાબેનને જામનગરમાં રહેવાનું ગમતું ન હોય વારંવાર પોતાના પતિને બીજી નોકરી શોધી અન્ય રહેવા જતું રહેવાનું જણાવતા હતાં.આ બાબતથી લાગી આવતા અમ્રિતાબેને શનિવારના પોતાના ઘેર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે કાંતભાઇએ જાણ કરતા પોલીસે મૃતદેહને પી.એમ.માટે મોકલી અકસ્માત મોતનો ગુન્હો નોંધ્યો હતો.


Advertisement