પુરુષોની તુલનામાં મહિલાઓમાં નશાની લત વધુ ખતરનાક

11 February 2019 05:08 PM
India
  • પુરુષોની તુલનામાં મહિલાઓમાં નશાની લત વધુ ખતરનાક

અમેરિકી વેંડરબિલ્ટ યુનિ.ના સંશોધકનો સ્ટડી

Advertisement

ન્યુયોર્ક તા.11
નશો ખરાબ છે પરંતુ મહિલાઓમાં પુરુષની તુલનામાં નશાની લત લગાડવી અધિક ખતરો છે તેના માટે મહિલાઓનું હોર્મોન ચક્ર જવાબદાર છે. આ વાત એક અભ્યાસમાં બહાર આવી છે.
અમેરિકાની વેન્ડબિલ્ટ યુનિવર્સિટીના સંશોધકોના અનુસાર આ અભ્યાસ એટલા માટે પણ મહત્વનો છે કે વાસ્તવમાં મહિલાઓના હોર્મોન ચક્ર અને તેની દારુની લતને લઈને કોઈ સ્ટડી નથી કરાયો.
અત્યાર સુધી નશાની લતના બારામાં મુખ્ય રૂપે પુરુષો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર એરિન કેલીપરીએ જણાવ્યું હતું કે મહિલાઓમાં નશાના વ્યસની હોવાની પ્રક્રિયા પુરુષોની તુલનામાં સૈદ્ધાંતિક રીતે અલગ છે. એને સમજવુ મહત્વપૂર્ણ છે. કારણ કે આવનારા સમયમાં ઈલાજની દિશામાં આ પ્રથમ પગલું છે. જે વાસ્તવમાં અસરકારક છે.


Advertisement