ધુતારપર ગામે ખાનગી શાળાની ઓફિસમાંથી રોકડની ચોરી

11 February 2019 05:06 PM
Jamnagar

બે અજ્ઞાત શખ્સો સામે પોલીસ દફતરમાં ફરિયાદ

Advertisement

જામનગર તા. 11:
જામનગર તાલુકાના ધુતારપર ગામે આવેલી એક ખાનગી શાળામાં સપ્તાહ પુર્વેના રવિવારે ખાબકેલા તસ્કરો ઓફિસમાંથી રૂા. 20,000 ની રોકડ ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામે આવેલી સરસ્વતી વિધામંદિર શાળામાં 3 ફેબ્રુઆરીના રાત્રિના એક વાગ્યાની આસપાસ તસ્કરો ત્રાટકયા હતાં.તસ્કરો શાળાની ઓફીસના મુખ્ય દરવાજાના નકુચાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતાં અને ઓફીસના ટેબલના ડ્રોઅરનું તાળું તોડી તેમાં રાખેલા રૂ.20000 રોકડની ચોરી કરી લઇ ગયા હતાં.બનાવ અંગે જગામેડી ગામે રહેતા શાળા સંચાલક ભરતભાઇ લક્ષ્મણભાઇ મોલીયાએ ફરિયાદ નોંધાવતા સ્થાનીક પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે,શાળામાં સીસીટીવી કેમેરા છે.પરંતુ નાઇટ વીઝનના કેમેરા ન હોવાથી તસ્કરોના ફુટેજ સ્પષ્ટ ન દેખાતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.


Advertisement