કાલાવડ નજીક તાર ટ્રક સાથે ફસાયો: 17 વીજ પોલ ઉખેડી નાખ્યા

11 February 2019 05:06 PM
Jamnagar

ટ્રક ચાલકે એક લાખની નુકશાની પહોંચાડ્યાની ફરિયાદ

Advertisement

જામનગર તા.11: કાલાવડના પીપળીયા ગામના પાટિયા પાસે વીજતારમાં ફસાયેલો ટ્રક હકારતા 17 વીજપોલ ધરાશાહી થઇ ગયા હતા.બનાવ અંગે વીજકંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ-કાલાવડ રોડ ઉપર પીપળીયા ગામના પાટિયા પાસે 7 ફેબ્રુઆરીએ પસાર થઇ રહેલો ટ્રક પીજીવીસીએલના વીજપોલના વાયરમાં ફસાયો હતો. છતાં ચાલકે ટ્રક હંહકારી વીજકંપનીના 17 વીજપોલ તોડી નાંખ્યા હતાં.વીજપોલ ધરાશાહી થતાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.એક સાથે 17 વીજપોલ તૂટી જવાથી વીજકંપનીને રૂ.109450 નું નુકશાન થયું હતું.બનાવ અંગે રાજકોટમાં રહેતા અને વીજકંપનીની નિકાવા કચેરીમાં નોકરી કરતા ગૌંરાગભાઇ કુવાદરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


Advertisement