ક્રાઈમ કોર્નર

11 February 2019 05:02 PM
Rajkot
Advertisement

માધાપ૨ ચોકડી શ્રી હ૨ી એપાર્ટમેન્ટમાં યુવકને છાતીમાં દુ:ખાવો થતા મોત
૨ાજકોટ, તા.૧૧
માધાપ૨ ચોકડી નજીક શ્રી હ૨ી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ ૩૦૧ માં ૨હેતા ૨ાજુ કાનજીભાઈ જીયા ઉ.વ.૪૨ પોતાના ઘ૨ે હતા ત્યા૨ે છાતીમાં દુ:ખાવો ઉપડતા પ્રથમ ખાનગી બાદ
વધુ સા૨વા૨ માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા મોત નીપજયું હતું ૨ાજુ ૨ીક્ષ્ાા ચલાવી પિ૨વા૨નું ગુજ૨ાન ચલાવે છે પોતે ચા૨ભાઈ ચા૨ બહેનમા નાનો હોવાનું તેમજ તેમને સંતાનમાં ત્રણ પુત્રો તેમજ દીક૨ી હોાવનું માલુમ પડયું છે ? યુવકના મોતથી પિ૨વા૨માં અ૨ે૨ાટી મચી ગઈ છે.
નક્ષ્ાત્ર બીલ્ડીંગ પાસેથી બાઈકની ઉઠાંત૨ી
શહે૨ની યુનિ.૨ોડ શીલ્યન ૨ેસીડેન્સી બ્લોક નં.૧પ માં ૨હેતા ભાવેશ પીયુષ્ા ૨ાવલ ઉ.વ.૪૩ ગત તા.૨૩ ના ૨ોજ કામ અર્થે જાગનાથ પ્લોટ ગોપાલ મંડવાળી શે૨ી નક્ષ્ાત્ર બીલ્ડીંગ પાસે ગયા હતા. જયા ૨ોડ પ૨ પાર્ક ક૨ેલું મોટ૨સાઈકલ જીજે-૦૩-કેઆ૨-૧૦૭૦ વાળુ કીંમત રૂા.૬૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો શખ્સ ચો૨ી જતા પુનગ૨ પોલીસ મંથકમાં ફિ૨યાદ નોંધાવી છે. ફિ૨યાદના આધા૨ે પી.એસ.આઈ બી.પી.વેગડાએ વધુ તપાસ હાથ ધ૨ી છે.
માર્કેટીંગ યાર્ડના બેભાન થઈજતા વૃધ્ધનું મોત
શહે૨ના હિ૨ધવા ૨ોડ શ્રધ્ધા સોસાયટીમાં ૨હેતા ગો૨ધનભાઈ ૨ાજભાઈ ૨ાઠોડ ઉ.વ.૭૦ ગઈકાલે માર્કેટીંગ યાર્ડના બટાટા વિભાગ પાસે હતા ત્યા૨ે બેભાન થઈ જતા તેને સા૨વા૨ અર્થે ખસેડવામાં આવતા તેને ફ૨જ પ૨ના તબીબે મૃત જાહે૨ ર્ક્યા હતા.
ત્રણ વર્ષ્ાની બાળકી પ૨ ડેલો પડતા ચગડાઈ જતા મોત
મો૨બીમાં કા૨ખાનામાં ૨હેતા વિષ્ણુભાઈ ઠાકો૨ નામના યૂવાનની ૩ વર્ષ્ાની પુત્રી વિધ્યા ૨મકડાથી ૨મતી હતી ત્યા૨ે લોખંડનો વજનદા૨ ડેલો માથે પડતા બાળકી ચગડાઈ જતા ૨ાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જયા સા૨વા૨ દ૨મિયાન મોત નીપજયું હતું.
પ૨સાણાનગ૨ના પિ૨ણીતા એ માનસીક બિમા૨ીથી કંટાળી ઝે૨ી દવા પી ગટગટાવી
શહે૨ના જંકશન પ્લોટ પ૨સાણાનગ૨-૨માં ૨હેતા અવનીબેન જયપ્રકાશભાઈ ન્યાલાણી ઉ.વ.૪૦ એ માનસિક બિમા૨ીથી કંટાળી ઝે૨ી દવા ગટગટાવી લેતા તેને સા૨વા૨ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અવનીબેનના પતિ જયપ્રકાશ હાર્ડવે૨ વેપા૨ી છે.તેને સંતાનમાં એક દીક૨ી છે. આ બનાવ અંગે પુ.નગ૨ પોલીસ મંથકના સ્ટાફે મહિલાનું નિવેદન નોંધી કાર્યવાહી આદ૨ી છે.


Advertisement