ઉતર ભારતમાં કરા વરસાદ ઈન્ડીગોને નડયો: અનેક ઉડાનો રદ કરાઈ

11 February 2019 04:58 PM
India
Advertisement

નવી દિલ્હી તા.11
કરા વર્ષાને પગલે કિફાયતી વિમાન કંપની ઈન્ડીગોએ દેશભરમાં તેની જુદીજુદી ઘરેલુ ઉડાનો રદ કરી દીધી હતી, કારણ કે આ સપ્તાહની શરુઆતમાં આ ઉતર ભારતમાં કરા વરસાદના કારણે ઉડાનોના સંચાલનને ખૂબ જ ખરાબ અસર થઈ હતી.
દિલ્હી વિમાન મથકના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરા વરસાદના કારણે ચાલકદળના સભ્યોને વ્યવસ્થાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એટલે એ ઉડાનો રદ કરવામાં આવી જેને ગઈકાલ અને આજે દિલ્હી જવાનું હતું. એરલાઈન દ્વારા જાહેર એક નિવેદન અનુસાર 7 ફેબ્રુઆરીએ 11 ઉડાનોના માર્ગમાં ફેરફાર કરાયા અને કેટલીક ઉડાનો રદ કરાઈ હતી. અમારા ગ્રાહકોને આ ફેરબદલ અને ઉડાનો રદ થવાથી જે મુશ્કેલી પડી છે તેના માટે માંડ છે. બેંગ્લુરુ વિમાની મથકના અધિકારીઓએ જણાવ્યું હતું કે એરલાઈનની લગભગ 16 ઉડાનો રવિવારે રદ કરાઈ હતી.


Advertisement