સરકારી કાર્યક્રમમાં બોલતા અટકાવાયા પછી અમોલ પાલેકરે અસહિષ્ણુતાની વાત દોહરાવી

11 February 2019 04:56 PM
India
  • સરકારી કાર્યક્રમમાં બોલતા અટકાવાયા પછી અમોલ પાલેકરે અસહિષ્ણુતાની વાત દોહરાવી

નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટના કાર્યક્રમમાં બબાલ

Advertisement

મુંબઈ તા.11
સરકાર સામે વાત રજુ કરવાની પીઢ અભિનેતા ડીરેકટર અમોલ પાલેકરને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (એનજીએમએ)ના અધિકારીઓ દ્વારા રોકવામાં આવ્યા હતા. આ વિષે નારાજગી જાહેર કરતાં પાલેકરે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં બોલાવી મુક્તપણે તેમને તેમના વિચારો રજુ કરવા દેવાયા નહોતા. આ હકીકત સ્પષ્ટ કરે છે કે દેશમાં સહિષ્ણુતા વધી છે. આ મુદે હું ચૂપ નહીં રહું, પાલેકરે જણાવ્યું હતું કે મેં મારા ભાષણમાં એનજીએમએના એ નિયમોની વાત કરી હતી, જેને બદલવામાં આવ્યા હતા.
પાલેકરે જણાવ્યું હતું કે મુંબઈના બે કલાકારોનું પ્રદર્શન પણ યોજનાર હતું. એને મંજુરી અપાઈ હતી, પણ પાછળથી ના પાડવામાં આવી હતી. આ સરકારના ઈશારે જઈ રહ્યું છે? હું આ મુદા લોકો સમક્ષ રાખવા માંગતો હતો, પણ મને રોકવામાં આવ્યો હતો.
એનજીએમએની મુંબઈ અને બેંગાલુરુ સ્થિત ગેલેરીની એડવાઈઝરી સમીતીને દૂર કરવામાં આવી એના વિરોધમાં પાલેકર પોતાની વાત રજુ કરી રહ્યા હતા. મંચ પર ઉપસ્થિત એનજીએમએના સભ્યોએ પાલેકરને વચ્ચે રોકયા હતા અને તેમને કાર્યક્રમ સાથે સંકળાયેલા મુદ્દા પર બોલવા જણાવ્યું હતું. આમ છતાં, પાલેકરે પોતાનું વકતવ્ય ચાલુ રાખ્યુ હતું. ટોકાટોકીના કારણે તેમણે ભાષણ અધવચ્ચે અટકાવ્યું હતું. પાલેકર સાથે થયેલા વ્યવહારથી કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને માર્કસવાદી નેતા સીતારામ યેચુરીએ ટીકા કરી છે.


Advertisement