દોઢસો ફૂટ રીંગ રોડ બીઆરટીએસ નજીક એમ્બ્યુલન્સ હડફેટે લેતા શ્રમિકનું સારવારમાં મોત

11 February 2019 04:54 PM
Rajkot

યુવાન રસ્તો ક્રોસ કરતો’તો : અકસ્માત સર્જનાર એમ્બયુલન્સ ચાલકની શોધખોળ

Advertisement

રાજકોટ તા.11
શહેરનાં દોઢસો ફૂટ રીંગ રોડ મહાપુજાધામ બીઆરટીએસ નજીકથી રસ્તો ઓળંગતા શ્રમિકને એમ્બયુલન્સનાં ચાલકે હડફેટે લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારનો હાલ રાજકોટમાં રહી સેન્ટીંગકામ કરતો મજુર મિનહાજ આલમ ભટરીયા 150 ફૂટ રીંગ રોડ મહાપૂજાધામ બીઆરટીએસ બસ સ્ટેન્ડનો ખૂણાનાં દિવાલ પાસેથી રોડ ક્રોસ કરીને સામેની તરફ જતો હતો ત્યારે જીજે 03 એઝેડ પ404 નંબરની એમ્બ્યુલન્સ ચાલકે હડફેટે લેતા તેને પ્રથમ રાજકોટ બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન તા.19/1ન રોજ મોત નિપજયું હતું. આ બનાવ અંગે માલવીયા પોલીસ મથકનાં પીએસઆઇ એ.આર.મલેક સહિતનાં સ્ટાફે અકસ્માત સર્જનાર એમ્બયુલન્સ ચાલકની શોધખોળ આદરી છે.


Advertisement