વેરાવળના ડારી ગામે રબારીના વાડામાં સિંહ પરિવાર ત્રાટકયો : 67 ઘેટા-બકરાનો શિકાર

11 February 2019 04:54 PM
Veraval

સિંહ પરિવાર ગામ સુધી આવી પહોંચતા ગ્રામજનો ભયભીત

Advertisement

વેરાવળ તા.11
વેરાવળ તાલુકાના ડારી ગામે આજે વહેલી સવારે સિંહ પરીવારે બકરા ના સમુહ ઉપર હુમલો કરતા સીતેર જેટલા બકરા ના મોત નીપજેલ છે. આ બનાવની જાણ થતા વન વિભાગ ની સ્થળ ઉપર પહોંચેલ છે. આ બનાવની જાણવા મળેલ વિગત મુજબ ડારી ગામે સીમ વિસ્તારમાં રબારી જીવાભાઇ 5ાલાભાઇ ચાવડા ના વાળામાં બકરા તથા દ્યેટા રાખેલ હોય જે વાળામાં આજે વ્હેલી સવારે 5ાંચ વાગ્યા આસ5ાસ સિંહ 5રીવારે હુમલો કરતા વાળામાં રહેલા તમામ બકરા તથા દ્યેટાના મોત નીપજેલ છે. આ બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા તાત્કાલીક સ્ટાફ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ઘરેલ છે.
આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર જે.એસ.ભેડા એ માહીતી આપતા જણાવેલ કે, ડારી ગામે સીમ વિસ્તારમાં રબારી જીવાભાઇ 5ાલાભાઇ ના વાળામાં બકરા તથા દ્યેટા ને રાતવાસો માટે રાખેલ હોય જે વાડામાં આજે વ્હેલી સવારે સિંહ પરીવારે હુમલો કરતા 66 બકરા તથા 1 દ્યેટુ મળી કુલ 67 પશુના મોત નીપજેલ છે અને આ હુમલામાં સિંહ તથા સિંહણ અને સિંહ બાળ મળી ચાર થી પાંચ હોવાનું જાણવા મળેલ છે અને આ પશુઓના મોત થયેલ હોવાથી માલઘારીને તેનું વળતર મલે તે માટેની કાર્યવાહી હાથ ઘરેલ હોવાનું જણાવેલ હતુું.


Advertisement