શહેરના પોલીસ સ્ટેશનો- હેડ ક્વાર્ટરમાં પડેલા વાહનોની હરાજી પ્રક્રિયા શરૂ

11 February 2019 04:53 PM
Rajkot
  • શહેરના પોલીસ સ્ટેશનો- હેડ ક્વાર્ટરમાં પડેલા વાહનોની હરાજી પ્રક્રિયા શરૂ

ભંગારના વેપારીઓએ ઉચ્ચતમ બોલી લગાવી લોટ મુજબ વાહનોની ખરીદી કરી

Advertisement

રાજકોટ 11
રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-1,ડીસીપી ઝોન -2 , તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ સાથે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, હત્યા, વાહનચોરી, દારૂના ગુના, બિનવારસી વાહનો , ગુનાહિત પ્રવૃતિઓમાં કબ્જે લેવાયેલા વાહનોને કાયદાકીય કાર્યવાહી મુજબ પરત કરી,બાકીના વાહનોની હરાજી પ્રક્રિયા યોજી નિકાલ કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જે અંતર્ગત પોલીસ મથકના મુદ્દામાલ વિભાગમાં અને પોલીસ હેડક્વાર્ટરમાં પડેલા વાહનોની ગણતરી પ્રક્રિયા પોલીસ અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસ અધિકારી દ્વારા કબ્જે કરેલા ટુ વહીલ , રીક્ષા , ફોરવહિલ, વાહનોના ચેસીસ નંબર , એન્જીન નંબર , નંબર પ્લેટના નંબરોના આધારે વાહનમાલિકોની શોધખોળ એકલવ્ય એપ્લિકેશન મદદ થી કરી મૂળ માલિકના સરનામે રજીસ્ટર આઈ.ડી ટપાલ દ્વારા જાણ કરવામાં આવી હતી. ટપાલ મળ્યા બાદ ઘણા વાહનમાલિકો પોતાનું વાહન કાયદાકીય પ્રક્રિયા મુજબ છોડાવી ગયા હતા. જ્યારે વાહનો પરત ન લઈ જનારા વાહનોની નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી પોલીસે 7 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી હરાજી પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં જુદા જુદા પોલીસ મથકોમાં પડેલા બિનવારસી વાહનો , જડતી કરેલા વાહનોની હરાજી પ્રક્રિયા યોજાઈ હતી. રૂપિયા એક લાખની ડિપોઝીટ ભર્યા બાદ ભંગારના વેપારીઓએ બોલી લગાવી હતી. ઉચ્ચ બોલી લગાવનાર ભંગાર નો વેપારી લોટ મુજબનો વાહનનો જથ્થો લઈ ગયો હતો.


Advertisement