પોરબંદરમાંથી ચોરેલા બાઈક સાથે ખંભાળિયામાંથી ઝડપાયો

11 February 2019 04:52 PM
Porbandar
  • પોરબંદરમાંથી ચોરેલા બાઈક સાથે ખંભાળિયામાંથી ઝડપાયો

ચંદ્રાવાડા ગામનો શખ્સ

Advertisement

જામખંભાળિયા, તા.૧૧ ખંભાળિયા નજીકના હાઈવે માગૅ પરથી જીલ્લા પોલીસે શનિવારે ચંદ્રાવાડા ગામ ના અેક શખ્સને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી લીો હતો. પોરબંદરના જયુબેલી પુલ પાસેથી તા.ત્રીજી ફેબ્રુઅારીના રોજ અેક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરીનો બનાવ સ્થાનિક પોલીસમાં નોંધાયો હતો. અા ચોરી પ્રકરણનો અારોપી ખંભાળિયા પંથકમાંથી નિકળ્યો હોવાની ચોકકસ બાતમીના અાધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વોચ ગોઠવિ, ખંભાળિયા પોરબંદર રોડ પરની અેક હોટલ પાસેથી હીરો સ્પ્લેન્ડર સાથે નીકળેલા કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના અાવડા કારાભાઈ મોઢવાડીયા નામના ૩૧ વષૅનો મેર યુવાનને ઝડપી લઈ. તેની પુછપરછ કરતા અા મોટરસાઈયકલના જરૂરી કાગળો ન હતા. અને ઉપરોકત મોટરસાયકલના અઠવાડીયા પૂવૅ પોરબંદરમાંથી ચોરી કરાયાનું કબુલતા પોલીસે અારોપી અાવડા કારાભાઈ મોઢવાડીયાની અટકાયત કરી તેનો કબ્જો પોરબંદર પોલીસને સોપવા માટેની તજવીજ હાથ ધરી છે.


Advertisement