ઉનાળા પુર્વે વિજચોરી પર તવાઈ: જંગલેશ્ર્વર સહીતના વિસ્તારોમાં દરોડા

11 February 2019 04:51 PM
Rajkot

50 ટીમો ત્રાટકી: લંગરીયા-ડાયરેકટ પાવર ચોરી સહીતના કેસ પકડાયા

Advertisement

રાજકોટ તા.11
ઉનાળાના આગમન પુર્વે વિજતંત્ર દ્વારા વિજચોરી પકડવા માટેની ઝુંબેશ શરુ કરવામાં આવી હોય તેમ આજે જંગલેશ્ર્વર જેવા સંવેદનશીલ સહીતના ડઝનબંધ વિસ્તારોમાં ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ગેરરીતિના સંખ્યબંધ કેસો પકડાયા હતા.
પશ્ર્ચીમ ગુજરાત વિજ કંપનીના સૂત્રોએ એમ જણાવ્યું છે કે ઉર્જા વિકાસ નિગમ હેડકવાર્ટરથી વિજીલન્સ સ્કવોડ દ્વારા આજે સવારથી રાજકોટના ડઝનબંધ વિસ્તારોમાં તવાઈ ઉતારવામાં આવી હતી. શહેરના આજી-1, આજી-2, પ્રહલાદપ્લોટ તથા કોઠારીયારોડ સબ ડીવીઝન હેઠળના આઠ ફીડર વિસ્તારોમાં 50 જેટલી ચેકીંગ સ્કવોડ ત્રાટકી હતી.
શહેરના જંગલેશ્ર્વર જેવા સંવેદનશીલ વિસ્તારો પણ દરોડા ઓપરેશનમાં સામેલ હોવાથી પોલીસ તથા એકસ-આર્મીમેનનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઘાંચીવાડ, નવયુગપરા, રામનાથપરા, સોરઠીયાવાડી, નદીકાંઠાના વિસ્તારો, સૈફીકોલોની, સાગરનગર, મચ્છાનગર સહીતના વિસ્તારોમાં ચેકીંગ સ્કવોડ ત્રાટકી હતી અને સેંકડો રહેણાંક-કોમર્સીયલ વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ કહ્યું કે ચેકીંગ ડ્રાઈવ દરમ્યાન ડાયરેકટ વિજચોરી સહીતના કેસ પકડાયા છે. લંગરીયા પણ પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત સંખ્યાબંધ મીટરોના પડીકા વાળવામાં આવ્યા હતા. જે લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.


Advertisement