ONGCની ભરતીમાં 10% EBCનો છેદ ઉડાડી ભાજપે દેશને ગુમરાહ કર્યો: રેશ્મા

11 February 2019 04:48 PM
Ahmedabad Gujarat
  • ONGCની ભરતીમાં 10% EBCનો છેદ ઉડાડી ભાજપે દેશને ગુમરાહ કર્યો: રેશ્મા

સરકારે સાબીત કર્યું, 10% EBC ચૂંટણીલક્ષી જાહેરાત: રેશ્મા પટેલ

Advertisement

અમદાવાદ તા.11
તાજેતરમાં કેન્દ્ર સરકારે આર્થિક પછાત સવર્ણો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી અને આ 10 ટકા અનામતનો અમલ કરનાર ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ બન્યું હતું ત્યારે ગુજરાતની સરકાર પર ભાજપના બાગી નેતા અને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે નિશાન સાધતા એણે કટાક્ષ કર્યો હતો કે ગુજરાતમાં ઓએનજીસીની ભારતમાં 10 ટકા ઈબીસીનો કવોટા ન રાખીને 10 ટકા આર્થિક અનામતની મજાક ઉડાવી છે.
રેશ્મ પટેલે ગુજરાતની સરકારે 10 ટકા આર્થિક અનામત મામલે આડે હાથ લેતા એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ એક ચૂંટણીલક્ષી જાહેરાત જ હતી.
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે હું ભારતની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે 10% ઈબીસી અનામતને તો મજાક બનાવીને રાખી દીધું છે. ગુજરાત પ્રથમ રાજય બન્યું. ઈબીસીની અમલવારી કરવા વાળું એવી બુમો બહુ પડતી સરકારે તો જવાબ આપો કે ઓએનજીસી ગુજરાતની 737 બેઠકોની નોકરીની ભરતીમાં 10% ઈબીસીનો કોટા કયાં?? ગુજરાતમાં ઓએનજીસી નોકરીની ભરતીમાં 10% ઈબીસીનો કોટા ના રાખતા 10% ઈબીસીને હું લોલીપોપ અને ચૂંટણીલક્ષી જાહેરાત માનું છું. કારણ કે આની પહેલાં પણ સિવિલ જજની ભરતીમાં ઈબીસી કોટા ન હતો. દેશ ને ગુમરાહ કરવા યુવાનોને છેતરવાવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર તાનાશાહીનાં ઈશારે લોકોને છેતરવાનું જ કામ કરે છે.
વધુમાં ગુજરાતના પાટીદાર અગ્રણી અને ભાજપના બાગી નેતા રેશ્મા પટેલે ફરી એક વાર પીએમ મોદી અને અમીત શાહ પર નિશાન તાકયું હતું. રેશ્મા પટેલે ભાજપ શાસીત રાજયોમાં ઝેરીલા દારુથી થયેલા 90 લોકોના મોત પર સીએમ યોગીને જવાબદાર ગણાવ્યા હતા.
રેશ્મા પટેલે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનને છોડીને ભાજપમાં જોડાયા હતા. જો કે તેની બાદ છેલ્લા એક મહિનાઓથી તે સતત ભાજપ વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા છે તેમજ કહી રહ્યા છે કે ભાજપ અહંકારી અને દંભી પાર્ટી છે.


Advertisement