આયુષ્યમાન ભારતમાં રૂા.પાંચ લાખ, વાત્સલ્યમાં ત્રણ લાખની સારવાર ફ્રી

11 February 2019 04:46 PM
Rajkot
  • આયુષ્યમાન ભારતમાં રૂા.પાંચ લાખ,
વાત્સલ્યમાં ત્રણ લાખની સારવાર ફ્રી

સફળ કેમ્પ બદલ સૌનો આભાર માનતા પદાધિકારીઓ

Advertisement

રાજકોટ તા.11
મહાનગરપાલિકા દ્વારા તા.10/2ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગુજરાતનો સૌપ્રથમ આયુષ્માન ભારત કાર્ડનો મેગા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે આ મેગા કેમ્પમાં માં વાત્સલ્ય યોજનાના 7112 લાભાર્થી પરિવારોનું તથા આયુષ્માન ભારત આયુષ્માન કાર્ડ માટે 5808 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. આયુષ્માન કાર્ડમાં લાભાર્થી પરિવારોને જુદી જુદી પ્રાથમિક, સેક્ધડરી અને ટર્શરી બીમારીઓની વાર્ષિક કુટુંબ દીઠ રૂ. 5,00,000 પાંચ લાખ સુધીની 1795 પ્રકારની મેડીકલ સારવાર વિનામુલ્યે મળશે. તેમજ માં વાત્સલ્ય યોજના લાભાર્થી પરિવારોને કુલ 698 જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની સારવાર વાર્ષિક કુટુંબ દીઠ રૂ. 3,00,000 સુધીની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.
આ મેગા કેમ્પમાં સફળતાપૂર્વક આયોજન બદલ રાજકોટની જનતાનો તથા સર્વેનો પદાધિકારીઓ દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ છે.


Advertisement