બી.ઈ. સેમ-5નું સૌરાષ્ટ્ર ઝોનનું 64.71% પરિણામ

11 February 2019 04:45 PM
Rajkot

3878 વિદ્યાર્થીઓ પાસ થયા: વી.વી.પી.ના છાત્રોનો દબદબો

Advertisement

રાજકોટ તા.11
ગુજરાત ટેકનોલોજી યુનિ. દ્વારા લેવાયેલ બી.ઈ. સેમ-5નું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર (રાજકોટ) ઝોનનું પરિણામ 64.71 ટકા આવેલ છે.
સૌરાષ્ટ્ર ઝોનમાં 5993 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 3878 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને 2115 છાત્રો નાપાસ થયા છે. સેમ-5ના આ પરિણામમાં એસપીઆઈ મુજબ વીવીપી કોલેજે દબદબો જાળવી રાખેલ છે.
જેમાં માંકડીયા હેલી કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં સીપીઆઈ મુજબ પ્રથમ કાનાબાર રાધીકા જગદીશચંદ્ર સીપીઆઈ મુજબ ત્રીજા ક્રમાંકે નાકરાણી પ્રજ્ઞાબેન પ્રવિણભાઈ બાયો ટેકનોલોજી એસપીઆઈ અને સીજીપીએ મુજબ બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
બી.ઈ. સેમ-5નું સુરત ઝોનનું 66.18 ટકા, વિદ્યાનગર ઝોનનું 68.27 ટકા, અમદાવાદ ઝોનનું 66.89 ટકા અને ગાંધીનગર ઝોનનું 59.32 ટકા પરિણામ આવેલ છે. બી.ઈ. વિદ્યાર્થીઓએ આપી હતી જેમાંથી 22340 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.


Advertisement